Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

શું છે નવી ગાઇડલાઇન્સ ?

દર્દીઓએ પાલન કરવાના નિયમો

હળવા લક્ષણો ધરાવતા કોરોનાના દર્દી તેમજ તેમની દેખભાળ રાખવા બંનેએ હોમ આઇસોલેશનના ગાળામાં ટ્રિપલ લેયર માસ્ક પહેરવાના રહેશે.

દર ૮ કલાકે ટ્રિપલ લેયર માસ્ક બદલવાના

રહેશે. જો માસ્ક ભીનો થઇ જાય કે ગંદો થઇ જાય તો તરત બદલવો પડશે.

માસ્કનો ઉપયોગ કર્યા પછી તેનો નિકાલ

કરતા પહેલા ૧% સોડિયમ હાઇપો

કલોરાઇટ દ્વારા તેને સંક્રમણ

રહિત એટલે કે ડિસઇન્ફેકટ કરવો પડશે

દર્દીએ તેના પોતાના અલગ રૂમમાં જ રહેવું પડશે. ઘરના અન્ય સભ્યો અને ખાસ કરીને વૃધ્ધો અને હાઇપર ટેન્શન ધરાવતા કે હાર્ટના રોગીઓ સાથે સંપર્કમાં આવવાથી દુર રહેવું પડશે.

દર્દીએ પૂરતો આરામ કરવાનો રહેશે અને વધુમાં વધુ પાણી કે ફલૂઇડ એટલે કે પ્રવાહી પદાર્થો લેવાના રહેશે.

શ્વાસની સ્થિતિ માપવા જે સૂચનાઓ આપી હોય તેનું પાલન કરવું પડશે.

સાબુ કે સાબુનું પાણી કે આલ્કોહોલવાળા સેનિટાઇઝર વડે ઓછામાં ઓછા ૪૦ સેકન્ડ સુધી હાથ વારંવાર ધોવાના રહેશે.

દર્દીએ પોતાના અંગત વપરાશની ચીજો અલગ રાખવી પડશે તેનો બીજો કોઇને ઉપયોગ કરવા દેવાનો નથી.

રૂમમાં જે ચીજવસ્તુને વારંવાર સ્પર્શ કરવો પડે જેમ કે ટેબલટોપ, દરવાજાના

નકૂચા, હેન્ડલ વગેરેને ૧% હાઇપોકલોરાઇટ સોલ્યુશનથી સાફ કરવા પડશે.

દર્દીની સંભાળ રાખનારના નિયમો

દર્દીના રૂમમાં જતી વખતે ટ્રિપલ લેયરનો માસ્ક મેડિકલ ફરજિયાત પહેરવો પડશે. માસ્કનો ઉપયોગ કરતી વખતે તેના સામેના હિસ્સાને સ્પર્શવાનું રહેશે નહીં. માસ્ક ગંદો થાય કે ભીનો થાય તો તરત બદલવો પડશે. જૂના માસ્કનો નિકાલ કરવાનો રહેશે. હાથને સારી રીતે સાફ કરવાના રહેશે.

દેખભાળ કરનારી વ્યકિતએ પોતાનો

ચહેરો, નાક, મોઢાને અડવાનું રહેશે નહીં.

દર્દીના રૂમમાં સંપર્કમાં આવનાર લોકોએ હાથ સારી રીતે સાફ કરવાના રહેશે.

ભોજન બનાવતા પહેલા કે પછી, ભોજન પહેલા અને પછી, ટોઇલેટ ગયા પછી હાથ સારી રીતે સાફ કરવા પડશે. સાબુના પાણીથી ૪૦ સેકન્ડ હાથ સાફ કરવા પડશે. હાથમાં ધૂળ લાગી હોય તો સેનિટાઇઝરથી સાફ કરવાના રહેશે.

સાબુથી હાથ ધોયા પછી ડિસ્પોઝેબલ પેપર નેપ્કીનથી હાથ સાફ કરવાના રહેશે. ટુવાલથી હાથ સાફ કરવાના રહેશે. ટુવાલ ભીનો થાય તો બદલવાનો રહેશે.

દર્દીના શરીરમાંથી નીકળેલા ફલૂઇડના સીધા સંપર્કમાં આવવાનું રહેશે નહીં. દર્દીના સંપર્કમાં આવતી વખતે ગ્લોવ્ઝ પહેરવાના રહેશે.

દર્દીને સિગારેટ આપવાની નથી. તેના વાસણ, પાણી, ટુવાલ અને ચાદરનાં સંપર્કમાં આવવાનું નથી.

દર્દીને તેના રૂમમાં જ ભોજન

આપવાનું રહેશે.

દર્દીને સમયે સમયે દવા આપવાની રહેશે.

(3:56 pm IST)