Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોના સામે લડવા દેશ પાસે એકમાત્ર હથિયાર છે હર્ડ ઈમ્યુનિટી

હર્ડ ઇમ્યુનિટીનો સામાન્ય અર્થ સમૂહ રોગપ્રતિકારક શકિત છે

નવી દિલ્હી, તા.૧૨: લોકડાઉન ૩માં કેટલાક પ્રકારની ગતિવિધિઓને છુટ આપવામાં આવી છે. જેમાં અમુક પગલા આગળ વધતા ૧૨મેથી સરકારે ટ્રેન સેવાઓને ફરીથી શરૂ કરી. દિલ્હીમાં પાર્ક ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે.

આનાથી એ પ્રશ્ન ઉભો થાય કે સરકાર દેશમાં હર્ડ ઈમ્યુનિટી માટે તૈયારી તો નથી કરી રહી ને? સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને મહામારીનો ઉકેલ મેળવવા માટે ઉપાય શોધનારા વિદ્વાનોનો એક વર્ગ માને છે કે કોરોના વાઈરસની સામે લડવા દેશની પાસે એકમાત્ર હથિયાર હર્ડ ઈમ્યનિટી છે.

આ છૂટછાટના કારણે એવુ લાગે કે, સરકાર લોકોને હર્ડ ઇમ્યુનિટી માટે તૈયાર કરી રહી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને આ મહામારીની સામે લડનારા વિદ્વાનોનો એક વર્ગ માને છે કે, કોરોના વાઇરસ સામે લડવા એક માત્ર હથિયાર હર્ડ ઇમ્યુનિટી છે.

હર્ડ ઇમ્યુનિટીનો સામાન્ય અર્થ સમૂહ રોગપ્રતિકારક શકિત છે. જોકે હર્ડનો અર્થ ઝુંડ કે સમૂહ થાય છે. વિદ્વાનોના મત અનુસાર હર્ડ ઇમ્યુનિટી એટલે કોરોના વાઇસને સમાન રૂપે ફેલાવા માટે સમય આપવામા આવે. જેનાથી સામૂહિક રૂપે લોકોમા કોરોના વાઇરસને લઇને એક રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થાય.

(3:54 pm IST)