Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉન બાદ નોકરી માટે કેવા હશે નિયમો? ઓફિસોએ શું પાલન કરવું પડશે?

સ્ટાફના દરેક મેમ્બર માટે માસ્ક એના ફોર્મલ ડ્રેસિંગનો એક ભાગ બની જશે

નવી દિલ્હી, તા.૧૨: લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ (પોસ્ટ લોકડાઉન) દરેક ક્ષેત્રના કામકાજમાં પરિવર્તન આવવાનું છે. શરૂઆત કમર્સિયલ કંપનીઓથી થશે. સ્ટાફના દરેક મેમ્બર માટે માસ્ક એના ફોર્મલ ડ્રેસિંગનો એક ભાગ બની જશે. દરેક વ્યકિતએ ઓફિસમાં પોતાની સીટ અગાઉથી બુક કરાવવી પડશે (આ સીટ પાસ જ ગેટ પાસ બની જશે). દરેક ડિપાર્ટમેન્ટ માટે કેન્ટિન કે કેફેટેરિયાનો અલગ અલગ ટાઈમ રખાશે અને ઓફિસમાં કોઈ એકબીજા સાથે હેન્ડશેક નહિ કરે. જે ઓફિસોના કર્મચારીઓ નોંધપાત્ર સંખ્યામાં વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએચ) કરવાના છે એમણે પણ લોકડાઉન પછીના સિનારિયો માટે આવા નિયમો ઘડી લીધા છે.

કર્મચારીઓએ અત્યાર સુધી પાળેલા નિયમોથી સાવ જુદા હશે

કંપનીઓ પોતાની ઓફિસોમાં કર્મચારીઓ વાપસી માટે તેઓ કયા પ્રદેશ કે ઝોન (રેડ/ ઓરેન્જ/ ગ્રીન)માં આવે છે. એના આધારે પ્લાન બનાવી રહી છે. ઓફિસ પ્રિમાઈસીસમાં કોના રોલ અને કયા કામને પ્રાયોરિટી આપવાની છે એ બાબત પણ પ્લાનિંગનો એક હિસ્સો હશે. ટુંકમાં આ નવા નિયમો અને ધોરણો, જે લોકડાઉન પછી અમલમાં આવશે એ કર્મચારીઓએ અત્યાર સુધી પાળેલા નિયમોથી સાવ જુદા હશે.

૭૫ હજાર કર્મચારીઓ ધરાવતા એકિસસ બેન્ક ગુ્રપે સ્ટાફ મેમ્બરોને મોકલેલી એક ઈન્ટર્નલ નોટમાં વર્કપ્લેસને બાઉન્ડ્રીલેસ (અસીમ) બનાવવાના ઉદ્દેશ સાથે ૨-૩-૫ દિવસના રિમોટ વર્કીંગ મોડલનો પ્રસ્તાવ મુકયો છે. મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓ ઓફિસમાં કાયમ માસ્ક પહેરે એવો નિયમ બનાવી રહી છે ત્યારે મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસીસ લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સ્ટાફરો માટે ઓફિસમાં ગ્લોવ્ઝ પહેરવાનું પણ ફરજિયાત કરવાની છે. એકિસસ ગ્રૂપની જેમ દ્યણી બધી કંપનીઓ તબક્કાવાર રીતે ઓફિસમાં કામ કરવા પાછા બોલાવાશે. સિનીયર મેનેજરોથી શરૂઆત કરીને ધીમે ધીમે ઓફિસમાં કર્મચારીઓની હાજરી વધારાશે, જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો સ્ટાફની આદત બની જાય અને ઓફિસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય.

મોટાભાગની કોર્પોરેટર કંપનીઓનું વર્ક કલ્ચર અને એના નવા નિયમો કેવા હશે એના પર એક નજર કરીએ

અમુક ઓફિસોમાં અસાધ્ય બિમારીઓથી પીડાતા ૫૫ વર્ષથી વધુ વયના કર્મચારીને એન્ટ્રી નહિ મળે.

જેમના બાળકો વર્ષથી નાના હોય અને જેમના માતા- પિતા અશકય હોય એમણે પણ વર્ક ફ્રોમ હોમ જ કરવું પડશે.

ઓફિસમાં ટેબલ અગાઉથી બુક કરાવવા અમુક કંપનીઓ એપ લોન્ચ કરશે.

કર્મચારીઓને દ્યરેથી જ પાણી, ભોજન અને કટલરી લાવવા જણાવાશે.

કંપનીઓ એવા કર્મચારીઓને પસંદગી આપશે જેઓ પોતાના વાહનમાં ઓફિસે આવે.

એકવાર ઓફિસમાં પ્રવેશ કર્યા બાદ કર્મચારી બહાર નહિ જઈ શકે.

ઓફિસમાં મુલાકાતીઓને પણ પ્રવેશ નહિ અપાય.

ફેસ- ટુ- ફેસ મિટીંગમાં ૫થી વધુ વ્યકિત હાજર નહિ હોય.

જિમ અને લાઈબ્રેરી જેવી સુવિધાઓ બધા માટે બંધ કરી દેવાશે.

(3:53 pm IST)