Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ફ્રેકલીન ટેમ્પલ્ટનમાં પૈસા લગાવનારા લાખો લોકો માટે મોટા સમાચારઃ પૈસા પાછા આપવા માટે લાખો રોકાણકારો પાસે માંગી ડિટેલ્સ

રોકાણકારો પાસેથી PAN, ફોલિયો નંબર, ઈમેલ આઈડી જેવી જરૂરી ડિટેલ્સ માંગવામાં આવી રહી છે

મુંબઇ, તા.૧૨: ફ્રેન્કલિન ટેમ્પલ્ટન AMCએ ૨૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ સ્કીમોનાં મેચ્યોરિટી પ્રોફાઈલ્સની વિગતો રજુ કરી છે. સરળ શબ્દોમાં સમજીએ તો, જો બોન્ડ્સ અને અન્ય સ્કીમોમાં લગેવાલાં પૈસા યોગ્ય સમયે મળી ગયા તો રોકાણકારોને પોતાના પૈસા, જલ્દીથી પાછા મળી શકે છે. અંગ્રેજી સમાચાર પત્ર મુજબ, ફ્રેંકલિન ટેમ્પલ્ટને રોકાણકારોનો સંપર્ક કરવાનું શરૂ કર્યુ છે. રોકાણકારો પાસેથી PAN, ફોલિયો નંબર, ઈમેલ આઈડી જેવી જરૂરી ડિટેલ્સ માંગવામાં આવી રહી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગયા સપ્તાહે કંપનીને કહ્યુ હતુકે, તે પૈસા પાછા આપવા ઉપર ફોકસ કરે.

એકસપર્ટસનું કહેવું છેકે, ફ્રેંકલિન ઈન્ડિયન અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ (FIUBF)માં લગાવવામાં આવેલી ૯ ટકા રકમ ૨૩ એપ્રિલ ૨૦૨૦થી ત્રણ મહિનામાં મેચ્યોર થઈ રહી છે. એફઆઈયૂબીએફ અને ફ્રેંકલિન ઈન્ડિયા લો ડ્યૂરેશન બોન્ડ ફંડમાંથી પુરા પૈસા પાંચ વર્ષની અવધિ પુરી થતાં પહેલાં જ મળી જવા જોઈએ. એવું વિચારી રહ્યા હશો કે, AMC (એસેટ મેનેજમેન્ટ કંપની એટલે મ્યુચ્યુઅલ ફંડ)ને પૈસા પાછા આપવામાં આટલો સમય કેમ જઈ રહ્યો છે તો તમને જણાવા દઈએકે, એક વર્ષમાં રિડમ્પશનને પુરુ કરવા માટે ફંડ હાઉસ પહેલાંથી જ અમુક શોર્ટ મેચ્યોરિટી લિકિવડ પેપર્સને વેચી ચૂકયા છે.

એવામાં તમારે પૈસાને લઈને ધૈર્ય રાખવાની જરૂર છે. જોકે, અમુક તબક્કાઓ એવાં છે જેનાંથી આ પ્રક્રિયા તેજ થઈ શકે છે. બોન્ડ્સની મેચ્યોરિટી પ્રોફાઇલ પરથી જાણ થાય છે કે આ દ્યણા રોકાણકારો માટે મુશ્કેલ પ્રતીક્ષા હોઈ શકે છે. આ તે લોકો માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરવા જઈ રહ્યું છે જેમણે પોતાનું ભંડોળ એફઆઇયુબીએફ અને એફઆઇએલડીએફમાં લગાવ્યુ હતુ. જો મેક્રોઇકોનોમિક સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો રોકાણકારોએ બોન્ડ પરિપકવ થાય ત્યાં સુધી રાહ જોવી પડી શકે છે.જો પરિસ્થિતિમાં સુધારો થાય અને નાણાકીય બજારોમાં તેજી આવે તો ફંડ હાઉસ સેકન્ડરી માર્કેટમાં બોન્ડ વેચવાની તક શોધી શકે છે.

લોકડાઉનને કારણે મની માર્કેટમાં ટ્રેડિંગનો સમય ઘટયો છે. વળી, યસ બેંકના કિસ્ટ્રકચરિંગે કારણે બોન્ડમાં રોકાણકારોનો રસ ઓછો થયો છે. જો લોકડાઉન સમાપ્ત થયા પછી બજારોમાં મોટા પ્રમાણમાં રિકવરી થાય છે, તો ફંડ હાઉસ મેચ્ચોરિટી પહેલાં જ અમુક બોન્ડ્સને સારા ભાવે વેચવાનું વિચારી શકે છે. જો કોઈ ઇશ્યુઅર બોન્ડ આઉટસ્ટેન્ડિંગની ચૂકવણી પહેલાં જ કરે છે તો તમને પૈસા જલ્દીથી મળી શકે છે. પરંતુ આ વાતનાં આસાર બહુજ ઓછા છે, કારણકે કોવિડ-૧૯ના સમયે કોર્પોરેટ્સનો હાથ તંગ છે. ફ્રેંકલિન ટેમ્પલ્ટનની ગ્લોબલ પ્રેસિડેન્ટ જેનિફર એમ જોનસને કહ્યુ હતુ કે, માર્કેટ રેગ્યુલેટરની એક ગાઈડલાઈન્સને કારણે તેની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારબાદ સેબીએ કહ્યુ હતુકે, ફ્રેંકલિન રેગ્યુલેટરની ભૂલો કાઢવાની જગ્યાએ રોકાણકારોનાં પૈસા પાછા આપવા પર ફોકસ કરવું જોઈએ.

(3:52 pm IST)