Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

આધારકાર્ડ નહિ હોય તો પણ કોઈનું રેશનકાર્ડ રદ્દ નહિ થાય

આ નિર્ણયથી રાજકોટ-ગુજરાતના લાખો રેશનકાર્ડ ધારકોને હાશકારોઃ જો કે રાજકોટ પૂરવઠા પાસે હજુ કોઈ માહિતી નથી... : રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંકઅપ ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદ્દત લંબાવાઈઃ તમામ રાજ્યોને તાકિદે જાણ કરતુ કેન્દ્રનું પૂરવઠા ખાતુ

રાજકોટ, તા. ૧૨ :  આધારકાર્ડ નહિ હોય તો પણ હવે કોઈનુ રેશનકાર્ડ રદ્દ નહિ થાય. કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકારે આ એક મહત્વનો નિર્ણય લઈ તમામ રાજ્યોને અમલીવાર કરવા સૂચના આપ્યાનું અને નવો આદેશ ન આવે ત્યાં સુધી પાલન કરવા હુકમો કર્યા છે.

આ બાબતે બીજી પણ એવી મહત્વની સૂચના આપી છે કે રાશનકાર્ડને આધારકાર્ડ સાથે લીંકઅપ કરવાની તારીખ જે વીતી ગઈ હતી તે હવે ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે અને તેની પણ તાકિદે અમલવારી કરવા અને બીજો આદેશ ન આવે ત્યાં સુધી તે આદેશ ચાલુ કરવા હુકમો કર્યા છે.

કેન્દ્રના આ નિર્ણયથી રાજકોટ-ગુજરાતના લાખો રેશનકાર્ડ ધારકોને હાશકારો થયો છે. જો કે રાજકોટ પુરવઠા ખાતાનો સંપર્ક કરતા સૂત્રોએ જણાવ્યુ હતુ કે હજુ સુધી અમારી પાસે એવો કોઈ આદેશ આવ્યો નથી. હાલ તો લોકડાઉનને કારણે આધારકાર્ડ લીંકઅપ સિસ્ટમ જ બંધ છે. લોકડાઉન ખૂલે અને નવો નિર્ણય આવે તો જાણ થઈ શકશે.

ટોચના સાધનોએ ઉમેર્યું છે કે તમામ રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાશન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવાની જવાબદારી ખાદ્ય તથા જાહેર વિતરણ વિભાગની સાત ફેબ્રુઆરી ર૦૧૭ની અધિસૂચનાના આધારે આપવામાં આવી છે.

આ અધિસૂચનાને સમયે-સમયે સંશોધિત કરવામાં આવે છે. હવે આ કામગીરી સમય મર્યાદાને વધારીને ૩૦ સપ્ટેમ્બર ર૦ર૦ સુધી કરી દેવામાં આવી છે. એટલે કે તમે રાશન કાર્ડને આધારે સાથે ૩૦ સપ્ટેમ્બર સુધી લિંક કરાવી શકો છો.

નિવેદન અનુસાર જયાં સુધી મંત્રાલય તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પષ્ટ નિર્દેશ જારી નહીં કરે ત્યાં સુધી કોઇપણ યોગ્ય લાભાર્થીને તેના હિસ્સાનું રાશન આપવાથી ઇનકાર નહીં કરી શકાય.

કેન્દ્ર સરકારના નિવેદન અનુસાર જયાં સુધી મંત્રાલય તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પષ્ટ નિર્દેશ જારી નહીં કરે ત્યાં સુધી કોઇપણ યોગ્ય લાભાર્થીને તેના હિસ્સાનું રાશન આપવાથી ઇનકાર નહીં કરી શકાય. મંત્રાલયે જણાવ્યું કે કોઇનું રાશન કાર્ડ આધાર સાથે લિંક ન હોવાના કારણે રદ નહીં કરવામાં આવે.  જણાવી દઇએ કે દેશમાં કોરોનાના કારણે લોકડાઉન લાગુ છે. ગત રપ માર્ચથી લાગુ લોકડાઉનના ત્રીજા ચરણનો સમયગાળો ૧૭ મેએ પૂરો થશે. આ સંકટમાં લોકોએ ભોજનની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકારે ત્રણ મહિના સુધી કુલ ૧પ કિલો ફ્રી રાશન આપવાનું એલાન કર્યું છે

(3:48 pm IST)