Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

રાત્રે ૮ વાગ્યે પીએમનું રાષ્ટ્રજોગ પ્રવચન

એકઝીટ પ્લાન ? લોકડાઉન ૪.૦ ? રાહત પેકેજ ? છુટછાટ ?

દેશભરમાં પીએમના પ્રવચનને લઇને વિવિધ અટકળો : આજે પાંચમી વખત બોલવા આવશે : શ્રમિકો - ઉદ્યોગ ધંધા માટે રાહત પેકેજના એલાનની સંભાવના : લોકડાઉન હટાવવાનો નિર્ણય રાજ્યો પર છોડે તેવી શકયતા

નવી દિલ્હી તા. ૧૨ : દેશભરમાં કોરોના મહામારીના કારણે કેસોની સંખ્યા તેમજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે ગઇકાલે મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગથી સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં લોકડાઉન વધારવું જોઇએ કે નહી વધારવું તો કેટલી છુટછાટ આપી તેમજ કોરોનાને રોકવા અસરકારક પગલા લઇ શકાય તેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ત્યારે હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે ૮ વાગ્યે દેશની પ્રજાને સંબોધન કરશે.

દેશભરમાં વડાપ્રધાન મોદીના સંબોધનને લઇને વિવિધ અટકળો લગાવામાં આવી રહી છે. આજે વડાપ્રધાન મોદી પાંચમી વખત સંબોધન કરશે. એવી અટકળો લગાવામાં આવી રહી છે કે શું વડાપ્રધાન લોકડાઉન ૪.૦નું એલાન કરશે કે એકઝીટ પ્લાનની ઘોષણા કરશે. પીએમના રાષ્ટ્રજોગ સંબોધનમાં શ્રમિકો - ઉદ્યોગ ધંધા માટે રાહત પેકેજના એલાનની સંભાવના કરવામાં આવી છે તેમજ લોકડાઉન હટાવાનો નિર્ણય રાજ્યો પર છોડે તેવી શકયતા છે.

PMO તરફથી ટ્વિટર પર આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી. ટ્વીટમાં લખાયું હતું, 'પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે રાત્રે ૮ વાગ્યે દેશની જનતાને સંબોધન કરશે.' આ પહેલા પ્રધાનમંત્રી બે વખત રાત્રે ૮ વાગ્યે દેશને સંબોધન કરી ચૂકયા છે. પહેલીવાર તેમણે ૨૫મી માર્ચે સંબોધન કરીને ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. બીજીવાર ૧૪મી એપ્રિલે ૧૯ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે લોકડાઉન આગળ વધશે કે કેમ તે રાત્રે ૮ વાગ્યા બાદ જ માલુમ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા ૫૦થી વધારે દિવસોથી લોકડાઉન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશના જિલ્લાઓને રેડ, ગ્રીન અને ઓરેન્જ એમ ત્રણ ભાગમાં વહેંચીને કેટલીક છૂટછાટ આપી છે. ત્યારે ૧૨મી મેથી દેશના કેટલાક શહેરોમાં ૧૫ ટ્રેનો ચલાવવાની પણ છૂટ આપવામાં આવી છે. એવામાં આજના સંબોધનમાં પ્રધાનમંત્રી મહત્વપૂર્ણ જાહેરાત પર સૌ કોઈની નજર ટકેલી રહેશે

લોકડાઉન ૩.૦  બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.ઙ્ગદેશમાં કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના નામે સંબોધન હશે. માનવામાં આવી રહ્યું છે કે COVID-19 મહામારીની વચ્ચે આગળના નિર્ણયની જાણકારી વડાપ્રધાન મોદી આ સંબોધનમાં આપી શકે છે         આ અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે લગભગ ૬ કલાકની મેરથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ સંકેત આપ્યા કે લોકડાઉનને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે.પીઅમે મોદીએ કહ્યું હતું કે તેમનું માનવું છે કે લોકડાઉનના પહેલા ત્રણ ચરણમાં જે ઉપાયોની જરૂરિયાત હતી, તો ચોથામાં જરૂરી નથી. ૨૫ માર્ચથી લાગુ ૫૪ દિવસનું લોકડાઉન ૧૭ મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે તેને લાગુ કરવામાં આવ્યું હતું.

(3:32 pm IST)