Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોનાની આ ચાર વેકસીન વિશ્‍વભરમાં આગળ દોડે છે

નવી દિલ્‍હી,તા.૧૨: કોરોના વાયરસનો ઇલાજ અત્‍યારે આખી દુનિયા શોધી રહી છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધવામાં લાગી ગયા છે. દુનિયાની લગભગ ૧૦૦ જેટલી રીસર્ચ ઇન્‍સ્‍ટીટયુટો ૨૪ કલાક કામ કરી રહી છે. જેથી કોરોનાની રસી શોધી શકાય. આ બાબતે ચાર સંભવિત રસી એવી છે કે જે વિકસીત થવાની રેસમાં આગળ છે.ઓફસફર્ડ વિશ્‍વ વિદ્યાલયે ત્રણ મહિનામાં વેકસીન chAdo & vn CovVvને વિકસીત કરી છે. જે કોરોના વાયરસના સ્‍પાઇક પ્રોટીનની ઓળખ કરવા માટે શરીરને સક્ષમ બનાવશે. તે હજુ માનવ પરિક્ષણના પહેલા તબક્કામાં છે. સ્‍વયંસેવકો પર તેની સુરક્ષા અને અસર તપાસવા માટે પ્રયોગો થઇ રહ્યા છે.અમેરીકાના મેસેચ્‍યુસેટસ ખાતે આવેલ મોર્ડન બાયોટેક કંપની નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ એલર્જી એન્‍ડ ઇન્‍ફેકશીયસ ડીસીઝ સાથે મળીને આએનએ આધારીત રસી વીકસીત કરી રહી છે. આ રસી શરીરમાં વાયરલ પ્રોટીન બનાવવા માટે કોશિકાઓને મદદ કરે છે. આરસીનું પહેલા તબક્કાનું માનવ પરિક્ષણ પુરૂ થઇ ગયું છે. હવે બીજા તબક્કાનું પરિક્ષણ શરૂ થવાની તૈયારીમાં છે. સિનોવેક બાયોટેક નામની રસીનું ચીની વૈજ્ઞાનિકો વાનરો પર સફળ પરીક્ષણ થયાનો દાવો કરી રહ્યા છે. બાયો ફાર્માસ્‍યુટીકલ કંપની સીનોવેક બાયોટેકનું કહેવું છે કે આ રસીના પ્રયોગો પછી વાનરોમાં વાયરસ સામેની પ્રતિરોધકતા વધી હતી. અત્‍યારે તેનું માનવ પરિક્ષણ ચાલી રહ્યું છે.અમેરિકાની ફાઇજર ફાર્માસ્‍યુટીકલ કંપની, જર્મનીની બાયોએનટેક આરએનએ રસી પર કામ કરી રહી છે. તે આરએનએ આધારિત રસી છે. ટુંક સમયમાં જ તેનો પ્રયોગ ૩૬૦ સ્‍વયંસેવકો પર કરવામાં આવશે.

ભારતમાં રસીની સ્‍થિતિઃ

ઇન્‍ડીયન કાઉન્‍સીલ ઓફ મેડીકલ રિસર્ચે ભારત બાયોટેક ઇન્‍ટરનેશનલ લીમીટેડની સાથે મળીને રસી વિકસીત કરી છે. તેનું માનવ પરિક્ષણ થઇ રહ્યું છે. આ ઉપરાંત સીરમ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ડીયાએ ઓકસ ફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને એ રસીના ૬ કરોડ ડોઝના ઉત્‍પાદન માટે ભાગીદારી કરી છે.

(3:05 pm IST)