Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વાયુસેનાએ ગુજરાતથી ૮.૩ ટન કેમીકલ એરલીફટ કરી લોકોના જીવ બચાવ્યા

વિશાખાપટ્ટનમમાં ગેસ લીક રોકવા

નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમમાં થયેલ ગેસ લીકેજ મામલે ભારતીય વાયુસેનાએ આ આપદામાં આંધ્ર સરકારના અનુરોધથી ગેસ લીક રોકવા ગુજરાતથી ૮.૩ ટન રસાયણ એરલીફટ કરી પહોંચાડી અનેક લોકોની ખતરામાં રહેલ જીંદગી બચાવેલ. વેંકટયુરમ ગામમાં ૭મી તારીખે ગેસ લીક થતા ૧૧ લોકોએ જીવ ગુમાવેલ. વાયુસેનાના વિમાનોને ૧૧૦૦ કિલો બ્યુટાઇલ કૈટેચોલ અને ૭.૨ ટન પોલીમરાઇઝેશન ઇન હિબિટર્સ કેમીકલ ગુજરાતના મુન્દ્રાથી વિશાખાપટ્ટનમ પહોંચાડેલ. ફેકટરીના ગેસની તીવ્રતા ઓછી કરવા આ બંને કેમીકલ જરૂરી હતા.

(4:23 pm IST)