Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ઈમરાન ઉપર ખાંડ કૌભાંડ ધૂણ્‍યુઃ ૧ અબજના ભ્રષ્‍ટ્રાચારનો આરોપ

પાકિસ્‍તાની વડાપ્રધાનની મુશ્‍કેલી વધીઃ વિપક્ષનો તપાસમાં સામેલ કરવા માંગ

ઈસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્‍કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પાકિસ્‍તાનમાં ભ્રષ્‍ટ્રાચારના ૧૦૦ કરોડના ખાંડ કૌભાંડને લઈને મોટી તકલીફ ઉભી થઈ છે. તપાસ સમિતિ સમક્ષ ઈમરાનને હાજર કરવાની માંગ થઈ રહી છે.

પાકિસ્‍તાનના મુખ્‍ય વિપક્ષ પીએમએલ- એનના વરિષ્‍ઠ ઉપાધ્‍યક્ષ અબ્‍બાસીએ તપાસ સમિતિ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવાની સાથે વડાપ્રધાન ઈમરાન અને નાણા મંત્રી ઉમરને પણ તપાસમાં સામેલ કરવા માંગ કરેલ. તેણે જણાવેલ કે ખાંડ આયાત કરવાની મંજૂરી કેમ આપી અને પાકિસ્‍તાનમાં લોકોને ૪૫ ટકા વધુ ભાવથી કેમ વેંચી. જેનાથી ખાંડના મીલ માલીકોની આવક ૩૦ રૂપિયા પ્રતિકીલોના હિસાબે અરબોમાં  થઈ છે. જેથી ખાંડની આયાતનો નિર્ણય એકદમ ખોટો હતો.

(2:56 pm IST)