Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પાકિસ્‍તાનથી લાખો તીડના ઝુંડના રાજસ્‍થાનના ૮ જિલ્લામાં ધામાઃ મોટી નુકશાનીની ભીતી

બાડમેરઃ પાકિસ્‍તાન તરફથી ત્રણ મહિના બાદ ફરી એક વખત રાજસ્‍થાનમાં તીડનું મોટું આક્રમણ થયું છે. પાછલા ૯- ૧૦ દિવસોમાં તીડ રાજસ્‍થાનના ૮ જિલ્લામાં પહોંચી ગયાં છે. ભારત- પાક. બોર્ડરથી ૫૦૦ કિલોમીટર દૂર અજમેરના પુષ્‍કર સુધી મોટી સંખ્‍યામાં તીડ પહોંચી ચૂકયાં છે.

બીકાનેર જીલ્લામાં પણ તીડ નિયંત્રણ વિભાગ, જીલ્લા તંત્ર અને બીએસએફને એલર્ટ કરાયા છે. કોઈપણ પ્રકારના તીડના મુવમેન્‍ટની  ખબર તુરંત સ્‍થાનીક તંત્ર અને હેડકવાટરને આપવા જણાવાયુ છે. કલેકટરે કૃષી વિભાગને સાબદા રહેવા નિર્દેશો આપ્‍યા છે. ઉપરાંત એક સમિતિ પણ ગઠીત કરાઈ છે. પાકિસ્‍તાની સીમા સાથે જોડાયેલ ગામના ખેડૂતોના ટ્રેકટર અને ટેન્‍કરની યાદી તૈયાર કરાવાઈ રહી છે. જેથી તીડના ઝુંડને સરહદેથી જ પાછા વાળવા ઉપયોગમાં લઈ શકાય.

રાજસ્‍વ મંત્ર હરિશ ચૌધરીએ ૩ દિવસના પ્રવાસમાં તીડના આક્રમણનો ભોગ બનેલ વિસ્‍તાર અને ખેડૂતો સાથે મુલાકાત કરી અને નુકશાનની સ્‍થિતિની માહિતી મેળવી હતી. અને તંત્રને તીડ નિયંત્રણ અને પાક નુકશાની અંગે મદદ કરવા પણ સ્‍થાનિક તંત્રને સૂચના આપી છે.

(2:55 pm IST)