Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉનમાં અલ્‍હાબાદ યુનિવર્સિટીનું નામ બદલવાની તૈયારીથી હંગામોઃ સપાએ રાષ્‍ટ્રપતિને કરી ફરિયાદ

પ્રયાગરાજઃ કોરોના મહામારી અને લોકડાઉનના પ્રતિબંધોમાં પણ નામ બદલવાનુ રાજકારણ ચાલુ જ છે. અલ્‍હાબાદ જીલ્લો, રેલ્‍વે સ્‍ટેશન અને બેંકનું નામ બદલ્‍યા પછી હવે પૂર્વની ઓકસફર્ડ કહેવાતી અલ્‍હાબાદ સેન્‍ટ્રલ યુનિવર્સિટીનું નામ બદલવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવાઈ છે.

સમાજવાદી પાર્ટીએ આ નિર્ણયને રાજકારણ આધારિત ગણાવીને રાષ્‍ટ્રપતિને પત્ર લખીને તેમને આમા દખલ દેવાની માંગણી કરી છે તો કોંગ્રેસ પક્ષે જાહેર કર્યુ છે કે દેશમાં સત્તા પરિવર્તન થાય ત્‍યારે આનુ નામ ફરીથી અલ્‍હાબાદ યુનિવર્સિટી કરી દેવાશે. અત્‍યારે કોરોનાના કારણે કટોકટી જેવી સ્‍થિતિમાં નામ બદલવાની ઉતાવળ અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ નથી ગમી.

(2:54 pm IST)