Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દેશમાં ૧૩ દિવસમા ડબલ થયા કેસઃ એકટીવ કેસમાં વિશ્વમાં ૮માં નંબરે ભારત

મહારાષ્‍ટ્રમાં દેશમાં ૩૮ ટકા એકટીવ કેસ : દેશના કુલ એકટીવ કેસોના લગભગ ૫૦ ટકા ફકત બે રાજયો મહારાષ્‍ટ્ર- ગુજરાતમાં : ૧૦મેના રોજ સૌથી વધુ ૨૫૩૦ કેસ વધ્‍યા : દેશના ૯ રાજયોમાં ૧ હજારથી વધુ એકટીવ કેસ છે. જેમાં ચાર રાજયોમાં ૫ હજારથી વધુ એકટીવ કેસ

કોરોના વાયરસથી દુનિયાભરમાં ૨૪.૨૭ લાખથી વધુ એકટીવ કેસ છે. સૌથી વધુ એકટીવ કેસ વાળા ૧૦ દેશોમાં ભારત આઠમા સ્‍થાને છે. આ ૧૦ દેશોમાં વિશ્વના ૭૭ ટકા એકટીવ કેસ છે. સૌથી વધુ ૧૦.૩૩ લાખ એકટીવ કેસ અમેરિકામાં છે, જયારે બ્રિટનમાં કુલ કેસના ૮૫.૫ ટકા એકટીવ છે. જે સૌથી વધુ એકટીવ કેસવાળા દેશોમાં સૌથી વધુ છે. સૌથી વધુ કોરોના મામલામાં સ્‍પેન બીજા સ્‍થાને છે, પણ હવે ત્‍યાં ૨૪ ટકા કેસો જ એકટીવ છે. જર્મની, તુર્કી, ઈરાન અને ચીનમાં ભારતથી વધુ કોરોનાના દર્દીઓ છે, પણ એકટીવ કેસ ભારતથી ઓછા છે. સૌથી વધુ એકટીવ કેસોવાળા દેશોમાં ભારત અને પેરૂ જ એવા છે જયાં કુલ કેસ ૧ લાખથી ઓછા છે.

ભારતમાં ૧૧ દિવસમાં ૨૦,૬૩૭ એકટીવ કેસ વધ્‍યા

દેશમાં ૨૮ એપ્રીલ સુધી ૨૨,૬૧૩  એકટીવ કેસ હતા. ફકત ૧૩ દિવસમાં આ આંકડો ડબલ થઈ ગયો. મે મહિનાના ૧૧ દિવસમાં કોરોનાના ૨૦,૬૩૭ સક્રીય મામલાઓ વધ્‍યા છે, જે કુલ એકટીવ કેસના ૪૬ ટકા છે. મે માં દરરોજ એવરેજ ૧૮૭૬ એકટીવ કેસ વધ્‍યા છે.

રોજના વધતા એકટીવ કેસ

૧મે

૧૩૫૭

૨મે

૧૬૪૧

૩મે

૧૯૦૧

૪મે

૨૪૭૧

૫મે

૧૫૪૮

૬મે

૨૩૫૦

૭મે

૧૭૬૫

૮મે

૨૧૩૧

૯મે

૧૬૪૬

૧૦મે

૨૫૩૦

૧૧મે

૧૨૯૭

 

બ્રિટનમાં સૌથી વધુ ૮૫.૫% એકટીવ કેસ

દેશ

સંક્રમિત

એકટીવ કેસ

એકટીવ કેસ(%)

અમેરિકા

૧૩,૮૫,૮૩૪

૧૦,૪૧,૮૧૪

૭૫.૧૭ ટકા

બ્રિટન

,૨૩,૦૬૦

,૯૦,૬૫૧

૮૫.૪૭ ટકા

રશીયા

,૨૧,૩૪૪

,૭૯,૫૩૪

૮૧.૧૧ ટકા

ફ્રાન્‍સ

,૭૭,૪૨૩

૯૪,૦૫૬

૫૩.૦૧ ટકા

બ્રાઝીલ

,૬૯,૫૯૪

૯૦,૫૫૭

૫૩.૩૯ ટકા

ઈટાલી

,૧૯,૮૧૪

૮૨,૪૮૮

૩૭.૫૨ ટકા

સ્‍પેન

,૬૮,૧૪૩

૬૩,૫૫૩

૨૩.૭૦ ટકા

ભારત

૭૦,૭૮૦

૪૫,૯૩૭

૬૪.૯૦ ટકા

પેરૂ

૬૮,૮૨૨

૪૪,૪૫૫

૬૪.૫૯ ટકા

તુર્કી

,૩૯,૭૭૧

૪૦,૧૫૦

૨૮.૭૨ ટકા

 

(1:10 pm IST)