Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વિદ્યાર્થીઓની પરીક્ષા અને શિક્ષણકાર્ય માટે અલગ સેલ રચવા યુનિવર્સીટીઓને આદેશ: યુજીસીએ હેલ્પલાઇન શરૂ કરી દીધી

યુજીસી દ્વારા ડેડિકેટેડ હેલ્પલાઈન સાથે કોવિડ 19 હેલ્પ નામથી જીમેલ સર્વિસ પણ શરૂ કરી

નવી દિલ્હી : કોરોનાને પગલે દેશની તમામ યુનિ.ઓમાં પરીક્ષાઓ મોકુફ રહી છે અને જુલાઈમાં પરીક્ષાઓ લેવાની છે ત્યારે પરીક્ષાઓ કઈ રીતે લેવાશે અને શિક્ષણકાર્ય કઈ રીતે કરવુ તે સહિતના તમામ મુદ્દે વિદ્યાર્થીઓ માટે એક અલાયદો સેલ રચવા માટે યુનિ.ઓને આદેશ કરવામા આવ્યો છે.

યુજીસી દ્વારા તમામ યુનિ.ઓને સર્ક્યુલર કરીને સૂચના આપવામા આવી છે કે દરેક યુનિ.વિદ્યાર્થીઓની પરીક્ષા અને શિક્ષણ સંબંધી ફરિયાદો માટે સેલ સ્થાપે. આ સેલમાં વિદ્યાર્થીઓ પોતાની કોઈ પણ શિક્ષણ-પરીક્ષા સંબંધી ફરિયાદ કરી શકે અને પ્રશ્નો પુછી શકે છે. આ ઉપરાંત યુજીસી દ્વારા એક ડેડિકેટેડ હેલ્પલાઈન પણ શરૂ કરાઈ છે તેમજ કોવિડ 19 હેલ્પ નામથી જીમેલ સર્વિસ પણ શરૂ કરાઈ છે.

(12:10 pm IST)