Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વર્ષોથી હળવી કસરતો અને પ્રાણાયામને દિનચર્યાનો ભાગ બનાવ્યો છે માટે મારી ચુંટણી રદ કરતા ચુકાદાના સમાચારને હળવાશથી લઇ શકુ છું: ભુપેન્દ્રસિંહ

રાજકોટ, તો., ૧રઃ રાજયના સિનીયર મોસ્ટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા જે વિધાનસભા ક્ષેત્રમાંથી ચુંટાયા છે તે ધોળકા ક્ષેત્રની ર૦૧૭ની વિધાનસભા ચુંટણી રદ કરવા હાઇકોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના સમાચાર તેમને મળ્યા ત્યારે તેઓ સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે 'મેન્ટલ હેલ્થ એન્ડ ફીઝીકલ ફિટનેસ' વિષય ઉપર યોજાયેલી  વેબીનોરમાં ભાગ લઇ રહયા હતા. આ મીટીંગ વચ્ચે તેમણે મીટીંગના વિષયને જ આધાર બનાવતી સાહજીક પ્રતિક્રિયા આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે,'હું વર્ષોથી હળવી કસરતો અને પ્રાણાયામ નિયમીત રૂપે કરૂ છું, જેને લઇને માનસીક તાણ આપી શકે તેવા સમાચાર (ચુંટણી રદ કરતો ચુકાદો)ને પણ  હળવાશથી લઇ શકુ છું. તેમણે કહયું હતું કે આ ચુકાદાને હું સુપ્રિમમાં પડકારીશ. આમ કસરતો અને યોગ પ્રાણાયામ લોકોની શારીરીક-માનસીક તંદુરસ્તી કેટલા જરૂરી છે તે તેમણે સ્પષ્ટ કરી દીધું હતું.

 

 

(3:35 pm IST)