Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પાકિસ્તાનમાં લઘુમતી કોમ પર જુલમ નો સિલસિલો હજુ પણ ચાલુ :14 વર્ષીય સગીર ખ્રિસ્તી યુવતીનું અપહરણ ,ધર્માન્તર, અને નિકાહ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા હિન્દૂ ,ખ્રિસ્તી ,શીખ સહિતના અલ્પસંખ્યક પરિવારોની 14 થી 25 વર્ષ વયની વચ્ચેની યુવતીઓના અપહરણ કરવા ,ધર્માન્તર કરાવવું ,અને ફરજીયાત નિકાહ કરવા જેવી ગંભીર ઘટનાઓનો સિલસિલો સતત ચાલુ જ છે.દર વર્ષે ઓછામાં ઓછી એક હજાર જેટલી યુવતીઓના અપહરણ થતા હોવા છતાં તેમના પરિવારોને મદદ કરવામાં જાણે કે સરકારને કોઈ રસ નથી.
પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં 14 વર્ષીય ખ્રિસ્તી યુવતી માયરા શાહબાજનું હથિયારો સાથે આવેલા મુસ્લિમ યુવકોએ  છડેચોક અપહરણ કર્યું હતું. અને હવામાં ગોળીબાર કરી યુવતીને કર્મ બેસાડી નાસી છૂટ્યા હતા.તથા તેનું ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી એક યુવકે તેની સાથે નિકાહ કરી લીધા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:53 am IST)