Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોનાની સ્પીડ ઘટતી જ નથી

દેશનાં ૬૬% કેસ ગુજરાત સહિત ૪ રાજયોમાં

સોમવારે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને થઇ ૭૦૭૯૩

નવી દિલ્હી, તા.૧૨: ૬૦,૦૦૦નો કોરોના પોઝિટિવનો આંકડો પાર કર્યાના બે જ દિવસમાં ભારતમાં પોઝિટિવ કેસનો આંકડો ૭૦,૦૦૦ પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં છઠ્ઠા દિવસે ૧૦૦૦થી વધારે કેસ નોંધાયા છે જયારે તામિલનાડુમાં એક દિવસમાં સૌથી વધુ ૭૯૮ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા આંકડા સાથે ભારતમાં કુલ કેસનો આંકડો સોમવારે ૭૦,૭૯૩ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત તામિલનાડુ અને દિલ્હીમાં દેશના ૬૬% કોરોના કેસ છે.

સોમવારે ગુજરાતમાં વધુ નવા ૩૪૭ અને દિલ્હીમાં ૩૧૦ કેસ નોંધાયા જોકે, આ પહેલા આ બન્ને રાજયોમાં એક દિવસનો આંકડો ઊંચો રહ્યો હતો. પાછલા બે દિવસ બાદ સોમવારે મૃત્યુઆંક ઘટીને ૮૩ રહ્યો. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૬ના મોત નોંધાયા, જેની સાથે રાજયનો કુલ આંકડો ૮૬૮ પર પહોંચ્યો અને મુંબઈમાં કુલ મૃત્યુ ૫૨૮ થયા છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબર છે અને રાજયમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૮,૫૪૨ થયો છે અને તામિલનાડુમાં ૮૦૦૨ થયો છે, મહારાષ્ટ્રની સાથે આ બન્ને રાજયોના આંકડા સતત વધવાના કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

સોમવારે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુનો નવો કેસ નથી નોંધાયો. રાજયમાં નવા ૩૧૦ કેસ નોંધાયા છે જેના લીધે કુલ આંકડો ૭,૨૩૩ પર પહોંચ્યો છે. જેમાંથી ૯૭ દર્દીઓ ત્ઘ્શ્માં છે અને ૨૨ વેન્ટિલેટર પર છે. ઓડિશામાં ૩૭ નવા કેસ નોંધાતા કુલ આંકડો ૪૧૪ પર પહોંચ્યો છે. પ્રવાસી મજૂરો રાજયમાં પરત ફરવાના કારણે રાજયમાં પાછલા એક અઠવાડિયામાં નવા કેસ સામે આવી રહ્યા છે.

આસામમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૬૪ પર પહોંચ્યો છે. જયારે કેરળમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી ૫ અન્ય રાજયમાંથી આવેલા છે જયારે એક વ્યકિત કુવેતથી આવલી છે. જયારે આંધ્રપ્રદેશમાં નોંધાયેલા વધુ ૩૮ કેસ સાથે કુલ આંકડો ૨૦૦૦ને પાર થઈ ગયો છે.

આ તરફ રાજસ્થાનમાં વધુ ૫દ્ગક્નત્ન મોત સાથે વધુ ૧૭૪ લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. ૫માંથી ૨ના મોત જયપુર અને બેના પાલી અને એકનું અજમેરમાં મોત થયું છે, જેના લીધે રાજયનો કુલ મૃત્યુઆંક ૧૧૩ થયો છે. રાજયમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો ૩૯૮૮ થયો છે.

રાજસ્થાનના એડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) રાહિત કુમારે જણાવ્યું કે, બિહારના છોટા શેખપુર નવેડાની ફરવા માટે આવેલી ૧૭ વર્ષની છોકરીનું મોત થયું છે. તે અજમેરી ગેટ વિસ્તારમાં આવેલી હોટલમાં રહેતી હતી. બિહારમાં કોરોના વાયરસના વધુ ૫૩ કેસ સાથે કુલ આંકડો ૭૦૦ને પાર થઈ ગયો છે.

(11:41 am IST)