Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દેશમાં કોરોનાના કુલ કેસ ૭૧,૦૦૦ને પાર : મૃત્યુઆંક ૨૩૦૦થી વધુ

૨૨ હજારથી વધુ લોકો સ્વસ્થ થયા : મહારાષ્ટ્રમાં કુલ કેસનો આંકડો ૨૩ હજારને પાર : દિલ્હીમાં કુલ કેસ ૭૦૦૦થી વધુ : પંજાબમાં સંક્રમિતોની સંખ્યા ૧૮૦૦થી વધુ

નવી દિલ્હી તા. ૧૨ :  દેશમાં સંક્રમિતોની સંખ્યા ૭૧,૦૦૦ને પાર પહોંચી છે મૃત્યુઆંક ૨૩૮૦ થયો છે અને ૨૩ હજારથી વધુ સ્વસ્થ થયા છે. આજે બપોર સુધીમાં દિલ્હીમાં ૪૦૬, રાજસ્થાનમાં ૪૭ અને આંધ્રપ્રદેશમાં ૩૩ કેસો નોંધાયા છે તેમજ કર્ણાટકમાં ૪૨, બિહારમાં ૧૨, ઓડિશામાં ૨૩, ઝારખંડમાં ૨, એમ કુલ ૫૬૫ કેસો નોંધાયા છે અને ૧૬ના મોત થયા છે. દિલ્હીમાં ૧૩, રાજસ્થાનમાં ૨ અને આંધ્રમાં ૧નું મોત થયું છે.

ઙ્ગમધ્યપ્રદેશમાં ગઇકાલે ૧૭૧ નવા કેસ સામે આવ્યા ઇન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં સંક્રમણ સંપૂર્ણ રીતે કાબુમાં થઇ રહ્યો નથી. કુલ સંક્રમિતોની સંખ્યા ૩૭૮૫એ પહોંચી છે.

યુપીમાં ગઇકાલે ૧૦૭ નવા કેસોની પુષ્ટિ થઇ તેમાંથી મેરઠના સૌથી વધુ ૨૨ અને આગ્રાના ૧૩ દર્દી સામેલ છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે ૧૨૩૦ નવા દર્દીઓ નોંધાયા અને ૩૬ના મોત થયા. મુંબઇની ધારાવીમાં ૨૬ નવા કેસો નોંધાતા કુલ કેસની સંખ્યા ૮૫૯ થઇ છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૨૩,૪૦૧ થઇ છે.

રાજસ્થાનમાં ગઇકાલે સંક્રમણના ૧૭૪ કેસ સામે આવ્યા. તેમાંથી ઉદયપુરમાં ૪૯, જયપુરમાં ૨૮, અજમેરમાં ૧૨, અલવરમાં ૧૧, જાલોરમાં ૬ તેમજ અનેક શહેરોમાં દર્દીઓ નોંધાયા. દિલ્હીમાં ગઇકાલે કુલ ૩૧૦ કેસો નોંધાયા. તેથી સંક્રમિતોની સંખ્યા ૭૨૩૩એ પહોંચી છે તેમજ મૃત્યુઆંક ૭૩ થયો છે.

બિહારમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૭૪૬ થઇ છે. સંક્રમણના ૩૯ કેસ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક ૬ થયો છે. આંધ્રપ્રદેશમાં ૩૮, પંજાબમાં ૫૪, તેલંગાણામાં ૭૯ અને જમ્મુ કાશ્મીરમાં ૧૮ તેમજ કર્ણાટકમાં ૧૪, બિહારમાં ૪૨, હરિયાણા ૨૭ અને કેરળમાં ૭, ઓડિશામાં ૩૭, ચંદીગઢમાં ૮ કેસો નોંધાયા છે.

(3:59 pm IST)