Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

૪૦ લાખનું ટર્નઓવર ધરાવનાર પાસે જીએસટીની વસૂલાત કરવા તજવીજ

આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પણ શકયતા

મુંબઇ, તા.૧૨: સુરત – કોરોના વાઇરસને કારણે રાજય અને કેન્દ્ર સરકારની આવક પણ મોટી અસર પડી છે. તેમાં પણ એક લાખ કરોડની આસપાસ થતી જીએસટીની આવક ૨૮ હજાર કરોડ જ થઇ છે. જેથી આગામી દિવસોમાં જીએસટી થકી સરકારને વધુ આવક થાય તે માટે ૪૦ લાખના બદલે ૨૦ લાખનંુ ટર્નઓવર ધરાવનાર વેપારીઓને પણ ટેકસના દાયરામાં આવી લેવાય તેવી શકયતા રહેલી છે. આ માટે કવાયત પણ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

જીએસટી લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે અનેક સુધારા કરીને વેપારીઓને રાહત આપી છે. તેમાં ૪૦ લાખનંુ ટર્નઓવર ધરાવનાર વેપારીને રિટર્ન ભરવામાંથી મુકિત આપવાનું નક્કી કર્યુ હતંુ. પરંતુ કોરોનાને કારણે સર્જાયેલી હાલની સ્થિતિમાં સરકારને થતી આવક પણ સૌથી મોટો ફટકો પડયો છે. તેની સામે ખર્ચમાં વધારો થવાને કારણે વેપારીઓને આપેલી રાહતમાં ઘટાડો કરવામાં આવે તેવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કારણ કે અત્યાર સુધી ૪૦ લાખનું ટર્નઓવર ધરાવનાર વેપારીએ રિટર્ન ભરવાની પળોજણમાંથી મુકિત હતી. તેના બદલે આગામી દિવસોમાં ૨૦ લાખ અને તેના કરતા વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીને પણ ટેકસના દાયરામાં લાવવા માટે રિટર્ન ભરવંુ પડશે તેવો સુધારો લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પણ શકયતા રહેલી છે.

ટર્નઓવરની મર્યાદામાં દ્યટાડો થવાની શકયતા 

જીએસટીની આવક વધારવા માટે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેના લીધે કેટલીક રાહતો વેપારીઓ પાસેથી પાછી ખેંચાય તેવી શકયતા રહેલી છે. તેમાં પણ જે વેપારીઓનું ટર્નઓવર ૪૦ લાખ હતું તેઓને રિટર્ન ભરવામાંથી મુકિત આપવામાં આવી હતી. તે વેપારીઓની મર્યાદા ઘટાડીને ૨૦ લાખ કરવામાં આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે. નારાયણ શર્મા (ટેકસ કન્સલ્ટન્ટ)

(11:37 am IST)