Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ઘર ખરીદનારાઓને મળશે રાહત

ફરીથી શરૂ કરાશે લોન સબસીડી યોજના

૩૧ માર્ચે બંધ થયેલ યોજનાને નાણા મંત્રાલયે આપી મંજૂરી

નવી દિલ્હી તા. ૧૨ : લોકડાઉન વચ્ચે સરકાર વધુ એક રાહત હોમબાયર્સને આપવા જઇ રહી છે. સરકાર સસ્તા વ્યાજદરની હોમલોન સ્કીમ ફરીથી શરૂ કરવા જઇ રહી છે. આ સ્કીમ હેઠળ અમુક નિશ્ચિત આવકવાળાઓને હોમલોનના વ્યાજ પર સબસીડી આપવામાં આવે છે.

સૂત્રો અનુસાર, સોમવારે આ યોજનાને નાણા મંત્રાલય તરફથી લીલીઝંડી મળી ગઇ છે. હવે તેને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે, ત્યાં મંજૂરી મળી ગયા પછી તેની જાહેરાત કરવામાં આવશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, આ સ્કીમ ૩૧ માર્ચ ૨૦૨૦થી બંધ થઇ ગઇ હતી, ત્યારથી તેને ફરીથી ચાલુ કરવા માટે મીટીંગો થઇ રહી હતી. આ સ્કીમ હેઠળ સરકાર હોમ લોન પર સબસીડી આપે છે એટલે આ સ્કીમમાં નાણા મંત્રાલયની મંજૂરી જરૂરી છે. નાણા મંત્રાલયે આ બાબતે રિઝર્વ બેંક અને બેંકોના પ્રમુખો સાથે વાતચીત કરી હતી. તેમની સહમતી પછી આના માટે અલગ ફંડની જોગવાઇ કરવી પણ જરૂરી છે. આ સ્કીમ કેટલા વર્ષો માટે શરૂ કરવી તેનો નિર્ણય કેબીનેટની મીટીંગમાં થશે.

(11:36 am IST)