Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

હાડમારીની મુસાફરી હજુ ચાલુ જ છે...

ગઇકાલે લખનૌમાં એક પરિવાર સ્‍કૂટર પર આ રીતે જતા જોવા મળ્‍યો હતો. કોરોનાને કારણે લોકડાઉનના સમયમાં સૌથી વધુ પરેશાન હોય તો તે પ્રવાસી મજુરો છે.

દેશના અનેક ભાગોમાં મજુરો પોતાનો જીવ જોખમમાં મુકીને ઘરો તરફ જઇ રહ્યા છે. અનેક માર્ગો ઉપર દૂર-દૂર સુધી ક્‍યાંય છાંયડો હોતો નથી છતાં પણ ભીષણ ગરમીમાં પ્રવાસી મજુરો પગપાળા કે સાયકલથી જ પોતાના ગૃહ રાજ્‍યો ભણી જઇ રહ્યા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્‍ય મહારાષ્‍ટ્રમાં હજારોની સંખ્‍યામાં પ્રવાસી મજુરો છે, જેથો યુપી અને ઓડીસા જેવા રાજ્‍યો માટે ૧૦૦૦ં કિ.મી.થી વધુ કિ.મી.નઁી સફર પર છે. આ લોકો પાસે પૈસા પણ નથી હોતા. રસ્‍તા પર અવરજવર કરતા ટ્રક ઉભા રહે છે તો પાંચ હજાર રૂપિયા સુધી માંગે છે. જે વાહન હાથ લાગે તે વાહનનો સહારો લઇ તેઓ ઘરવાપસી કરી રહ્યા છે.

 

 

(11:28 am IST)