Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

રાજસ્થાન હાઉસિંગ બોર્ડે EMIના વ્યાજ પર 100 ટકા સુધીની છૂટ આપવાની કરી જાહેરાત

તમામ શ્રેણીના આવાસોના બાકી હપ્તાના વ્યાજ દરમાં 50થી 100 ટકાની છૂટ

જયપુરઃ કોરોના વાયરસના કહેર વચ્ચે મકાન ખરીદીને EMI (Home EMI) નહીં ચૂકવનારાઓ માટે રાજસ્થાન સરકારએ વિશેષ ઓફર લોન્ચ કરી છે. જનતાને ઘર ઉપલબ્ધ કરાવનારા રાજસ્થાન હાઉસિંગ બોર્ડે કોરોના વાયરસના સંક્રમણને લઈ ફેલાયેલી મહામારીને જોતાં પોતાની બાકી રાશી વસૂલવા માટે ગ્રાહકોને એક બમ્પર ઓફર લોન્ચ કરી છે.રાજસ્થાન હાઉસિંગ બોર્ડના કમિશ્નર પવન અરોરાએ જણાવ્યું કે મુખ્યમંત્રીના બજેટ ઘોષણાના પાલનમાં મંડળના તમામ શ્રેણીના આવાસોના બાકી હપ્તાના વ્યાજ દરમાં 50થી 100 ટકાની છૂટ આપવામાં આવશે.

 

 પવન અરોરોએ જણાવ્યું કે, અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આ સંબંધમાં આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ જનતા માટે આ ઓફર લાગુ કરી દેવામાં આવશે. કમિશ્નર અરોરાએ જણાવ્યું કે 1 જાન્યુઆરી, 2001થી ફાળવાયેલા EWS, LIG અને MIG-Aના આવાસો પર બાકી હપ્તાના રકમ જમા કરાવતી વખતે બોર્ડ દ્વારા લગાવવામાં આવેલા વ્યાજ પર 100 ટકા છૂટ આપવામાં આવશે. આવી જ રીતે MIG-B અને HIGના આવાસો પર બાકી હપ્તા જમા કરાવતી વખતે બોર્ડ દ્વારા 50 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.

(10:48 am IST)