Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ઉનાળામાં કોરોના વાયરસ નાશ પામશે તેવી માન્યતા ખોટી છેઃ વાયરોલોજિસ્ટ

આવી મહામારીને મોટા ભાગે સીઝનથી કોઇ નિસ્બત હોતી નથી

નવી દિલ્હી,તા.૧૨: ગરમ વાતાવરણમાં સાર્સ-કોવ- ટુનો ચેપ ઘટે છે તેવી સંભાવના નકારી શકાતી નથી, પરતુ એવું માની લેવાની જરૂર નથી કે તે ઉનાળામાં ખતમ થઇ જશે તેમ એક ભારતીય વાયરોલોજિસ્ટનું કહેવું છે. ભારતમાં ઉનાળાના આગમનથી એવા આશા જન્મી હતી કેગરમ અને ભેજવાળા વાતાવરણમાં કોરોનાની ગતિ ધીમી પડી જશે. પરતુ વાયરેલોજિસ્ટ નાગા સુરેશ વીરાપુ માને છે કે આવી મહામારીનું મોટાભાગે સીઝનથી કોઇ નિરબત હોતી નથી.

શિવ નાદર યુનિવર્સિટી, ઉત્ત્।રપ્રધ્શના ડિપાટમન્ટ ઓફ લાઇફ સાયન્સિઝના આસિસ્ટન્ટ પ્રોફેસર વીરાપુએ નોંધ્યું હતું કે મોસમો સાથે સાર્સ કોવ-રની બીમારીના પ્રસારમાં ફેરફારો અંગે અંદાજ બાંધવું ઘણું વહેલું ગણાશે. તેમણે કહ્યું હું કે 'ઉંચા તાપમાનથી સાર્સના પ્રસારમા ઘટાડો થાય તે તર્ક સંવેદનશીલ છે. પરતુ ઉનાળામાં આ વાયરસ નાશ પામશે તેમ માની લેવું અયોગ્ય છે.' ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મેસેસ્ટુએટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતેના સંશોધકોએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે ગરમ અને ભેજવાળું વાતાવરણ કોરોનાના ધીમા પ્રસાર સાથે સંબંધિત છે.

 

(10:43 am IST)