Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

બે વર્ષ સુધી કોરોના વાઇરસ મહામારી ચાલે તેવી શકયતા

નવી દિલ્હી, તા.૧૨: અમેરિકાના સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલા નવા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસ મહામારીનો પ્રકોપ આગામી ૧૮ મહિનાથી ૨૪ મહિના સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ સાથે જ સમગ્ર વિશ્વની સરકારોને ચેતવણી આપી છે કે તે આગામી બે વર્ષ સુધી આ વાઇરસ પ્રત્યે સજાગ રહે કારણકે તે ગમે ત્યારે ઉથલો મારી શકે છે.

અમેરિકાના મિનેસોટા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઇન્ફેકિશયસ ડિઝીસ રિસર્ચ એન્ડ પોલિસીએ કોવિડ-૧૯ વ્યૂપોઇન્ટ નામનો અહવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલ ઇન્ફલુએન્ઝાની અગાઉની પેટર્ન પર આધારિત છે.

આ સંશોધન કરનારા ચાર ડોકટરોમાં ડો. ક્રિસ્ટીન એ. મૂર(મેડિકલ ડાયરેકટર, સીઆઇડીઆરએપી), ડો. માર્ક લિપ્સિચ(ડાયરેકટર, સેન્ટર ફોર કોમ્યુનિકેબલ ડિઝિસ ડાયનામિકસ, હાર્વડ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ), જોન એમ બેરી(પ્રોફેસર, તુલાને યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ) અને માઇકલ ટી ઓસ્ટર હોમ (ડાયરેકટર, સીઆઇડી આરએપી)નો સમાવેશ થાય છે.

વર્ષ ૧૭૦૦ પછી વિશ્વે આઠ ઇન્ફલુએન્ઝા મહામારી જોઇ છે. જેમાંથી ચાર તો વર્ષ ૧૯૦૦ પછી આવી છે. ૧૯૦૦-૧૯૧૯, ૧૯૫૭, ૧૯૬૮ અને ૨૦૦૯-૧૦. સંશોધનકર્તાઓના જણાવ્યા અનુસાર સાર્સ અને મેર્સ જેવી વર્તમાન કોરોના વાઇરસની પ્રકૃતિ કરતા વર્તમાન કોરોના વાઇરસી પ્રકૃતિ ખૂબ જ અલગ છે.

(10:07 am IST)