Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોના સામે લડવા માટે

આગ્રા પ્રશાસન દ્વારા 'SECURA'એ બનાવેલ 'લોકડાઉન મોનિટર' એપ નું લોન્ચીંગ થયું

સમૂહ અને ટોળામાં ભેગા થતાં લોકોને અટકાવવા તથા લોકડાઉનના નિયમોનું પાલન કરાવવા લેટેસ્ટ ગ્રાઉન્ડ બ્રેકીંગ ટેકનોલોજી-CCTV સાથેની એપ એપ્રિલથી કાર્યરત બની : કયાંય જરાક પણ 'ક્રાઉડ' દેખાય કે સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ થાય કે તુરત જ પોલીસને જાણ થઇ જાય છેઃ પુરાવા સાથેના ફોટોગ્રાફસ, સ્થળ અને સમય પણ બતાવે છે : મૂળ રાજકોટ સાથે સંકળાયેલ લુકમેન ઇન્ડસ્ટ્રીઝ 'SECURA'ના એમ. ડી. જુઝર ભારમલ ભારતના વિવિધ રાજયોમાં સર્વેલન્સ સોલ્યુશન પ્રવાઇડર તરીકે સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે

રાજકોટ તા. ૧ર :.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO ) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID 19) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર અને તબાહી મચાવી દીધી છે. સમગ્ર વિશ્વમાં અઢી લાખ ઉપર લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં પણ મૃતકોની સંખ્યા હજજારોમાં થવા જાય છે.

 કોરોના સામેની તકેદારીરૂપે ભારતમાં સતત લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે અસરકારક રીતે લોકડાઉનના નિયમોનું પાલન થાય અને લોકોનો સમુહ, ટોળા, વિગેરે ભેગાં ન થાય અને અત્યંત નજીક રહેવાથી તથા સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન ન થવાથી લોકો કોરોનાગ્રસ્ત ન બને તે અત્યંત જરૂરી છે. આ માટે ઉતર પ્રદેશમાં આવેલ આગ્રા પ્રશાસને લુકમેન ઇન્ડસ્ટ્રીઝ 'SECURA' દ્વારા બનાવાયલ 'લોકડાઉન મોનિટર' એપનું લોન્ચીંગ કર્યુ છે. આ એપ ગત એપ્રિલ મહિનાથી સફળતાપૂર્વક કાર્યરત પણ બની ગઇ છે.

લોકડાઉનના નિયમોનું પાલન કરાવવા લેટેસ્ટ ગ્રાઉન્ડ બ્રેકીંગ ટેકનોલોજી-CCTV સાથેની આ એપ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝડ એનાલીટીકસ સંદર્ભે કદાચ સૌપ્રથમ છે કે જે  COVID 19  સંદર્ભે આગ્રા માટે ફાયદારૂપ છે. તે શહેરના અલગ-અલગ સ્થળોએ અસરકારક અને સમાજોપયોગી મોનિટરીંગ કરી રહી છે. સર્વેલન્સ વેન્ડર તરીકે કામ કરતા 'SECURA'  એ   CSR અંતર્ગત આ એપ નિર્માણ કરી છે કે જે આગ્રામાં તકેદરીના ભાગરૂપે કોરોના ફેલાતો અટકાવવામાં કામ કરે છે. ક્રાઉડ મેનેજ કરવામાં ટેકિનકલ સપોર્ટ પૂરો પાડે છે.

'લોકડાઉન મોનિટર' એપ  લોકોના સમુહ, ટોળાંને ડીટેકટ કરે છે, સોશ્યલ ડીન્ટન્સીંગનું પાલન કરવાની જરૂરીયાત સામે તંત્રને તુરત જ એલર્ટ કરે છે, પોલીસ તથા ગ્રાઉન્ડ સ્ટાફને તુરત જ પગલા લેવા માટેની માહિતી પુરી પાડે છે, પુરાવા સાથેના ફોટોગ્રાફસ, ચોકકસ સ્થળ અને સમય વિગેરે તમામ બાબતો મોબાઇલ કે પછી અન્ય કોઇ સ્ક્રીન ઉપર પુરી પાડે છે.

હાલમાં લુકમેન ઇન્ડસ્ટ્રીઝ 'SECURA' નું ચેન્નઇ (મદ્રાસ) ખાતે હેડકવાર્ટર ધરાવતા કંપનીના યુવા મેનેજીંગ ડીરેકટરશ્રી જુઝર ભારમલ મૂળ રાજકોટના છે અને સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલ છે. તેઓ  સર્વેલન્સ સોલ્યુશન પ્રવાઇડર તરીકે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર (મુંબઇ) અને કર્ણાટક (બેંગ્લોર) સહિતના રાજયોમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.

કોરોના સામેની તકેદારીરૂપે લોકડાઉનનું સફળતાપૂર્વક પાલન કરવા માટે 'લોકડાઉન મોનિટર' એપ આગ્રા વહીવટી તંત્ર તથા આગ્રા સ્માર્ટ સીટી એન્ડ આગ્રા પોલીસના સંયુકત ઉપક્રમે બનાવવામાં આવી છે.

'SECURA'  વિશે થોડુંક

લુકમેન ઇન્ડસ્ટ્રીઝ ડો. સૈફુદીન ભારમલ (ચેરમેન) દ્વારા સ્થાપવામાં આવી હતી, કે જેને ઇન્ડિયન સર્વેલન્સ ઇન્ડસ્ટ્રીના પાયોનિયર ગણી શકાય. લુકમેન ભારતમાં સિકયોરીટી પ્રોડકટસ અને સર્વેલન્સ સોલ્યુશન પ્રવાઇડર્સ તરીકે અગ્રગણ્ય ગણાતું આવ્યું છે.

કંપનીના યુવા મેનેજીંગ ડીરેકટરશ્રી જુઝર ભારમલના નેતૃત્વ હેઠળ ઇ. સ. ર૦૦૪ માં  'SECURA'  લુકમેનની ફલેગશીપ પ્રોડકટરૂપે લોન્ચ કરવામાં આવ્યું. જેને કારણે વર્લ્ડ કલાસ પ્રોડકટરૂપે તમામ 'સર્વેલન્સ સોલ્યુશન્સ' મળવા લાગ્યા. ટેકિનકલ સપોર્ટ તથા આફટર સેલ સર્વિસ (સિસ્ટમ લીધા પછીની સર્વિસ) માં પણ મોખરે રહ્યું.

સરકારી, પબ્લિક સેકટર્સ, પ્રાઇવેટ સેકટર્સ, મકાન ધારકો વિગેરે તમામ લોકો જરૂરીયાત મુજબ સર્વેલન્સ સોલ્યુશન્સ (CCTV) અપનાવવા માંડયા છે. કંપનીની હેડ ઓફીસ ચેન્નઇ (તમિલનાડુ) છે. તેમની કોર્પોરેટ બ્રાન્ચીસ ગુજરાત, દિલ્હી, મુંબઇ (મહારાષ્ટ્ર), બેંગ્લોર (કર્ણાટક) વિગેરે જગ્યાએ આવલી છે. તમામ રાજયોમાં સફળતાપૂર્વક કામ ચાલી રહયું છે. કંપનીની એક્ષ્પર્ટસ ટીમ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ને 'વોર રૂમ' માં ફેસિલેટ  કરી દેવામાં આવ્યું છે કે જેથી લોકડાઉન દરમ્યાન લોકોના સમૂહને ડીટેકટ કરી શકાય. માનવીય મૂલ્યો (અભિગમ) સાથે માનવજાતને સહકાર આપવો તે કંપનીનું મીશન છે.

(10:06 am IST)