Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉનમાં પણ તમાકુનું ધૂમ વેચાણઃ વ્યસનીઓ કિલોના ૧૮૦૦૦ સુધીનો ભાવ આપવા પણ તૈયાર!

પ્રતિબંધ મુકાતા લોકો સાથે થઈ રહી છે ઉઘાડી લૂંટ, માત્ર પાંચ સાત ટકા લોકોએ જ હંગામી ધોરણે વ્યસન છોડયું

નવી દિલ્હી, તા.૧૨: ૨૪ માર્ચના રોજ લોકડાઉન લાગુ કરાયું તેના બે-ત્રણ દિવસ પહેલાથી જ ગુજરાત રાજયમાં અમદાવાદ સહિતના શહેરોમાં સરકારે પાન-મસાલાની દુકાનો બંધ કરાવી દીધી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં ગુજરાતમાં તમાકુંના બેફામ કાળાબજાર થઈ રહ્યા છે. ગુજરાતમાં હવે દારૂની માફક તમાકું અને તેની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે! મળતી વિગતો અનુસાર સામાન્ય દિવસોમાં સાડા ચાર હજાર રૂપિયાની કિલો વેચાતી મસાલા(માવા)ની તમાકુંના ભાવ અત્યારે રૂ.૧૮થી ર૦ હજાર બોલાઈ રહ્યા છે.

કેન્સર નોતરતા તમાકુંના વ્યસનને પ્રોત્સાહન આપવાની કે તેની તરફેણ કરવાની વાત નથી, પરંતુ ગુજરાતમાં તમાકું અંગેની બહાર આવતી હાલની હકીકત અનુસાર તમાકું પર પ્રતિબંધ મુકાયા બાદ ત્રણ મહત્વની અસરો જોવા મળી છે. લોકો સાથે ઉદ્યાડી લૂંટ શરૂ થઈ છે, સરકારી તિજોરીને જીએસટીની આવકનો મોટો ફટકો પડયો છે અને કાળાબજારીયાઓને ઘી-કેળા થઈ ગયા છે. તેમાં અમુક જગ્યાએ દારૂની માફક પોલીસની વરવી ભૂમિકા અને ભ્રષ્ટાચાર(હપ્તાખોરી)ના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

જાણકાર અને અભ્યાસુ સૂત્રોના મતે પ્રતિબંધ વચ્ચે ગુજરાતમાં આજે પણ એટલી જ તમાકું ચવાય છે તથા બીડી-સિગારેટ ફૂંકાય છે. માત્ર પાંચ-સાત ટકા લોકોએ અને તે પણ હંગામી ધોરણે વ્યસન છોડયા છે, બાકી કોઈ ફરક પડયો નથી. હાલ પહેલા જે લોકો તમાકુંના વ્યસન પાછળ દરરોજના રૂ.૪૦થી પ૦નો ખર્ચ કરતા હતા તેને આજે ૯૦થી ૧૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

અમુક લોકોએ એવી પણ દલીલ કરી છે કે, ચાની લારી કે મીઠાઈ-ફરસાણની દુકાનોને મંજુરી મળતી હોય તો પછી પાન-મસાલાને કેમ નહી? કાળા બજારીયાઓને પ્રોત્સાહન આપી સરકાર પોતાના પગ(જીએસટીની આવક પર) પર જ કુહાડો મારે છે. ભ્રષ્ટાચારી તત્વોને ભ્રષ્ટાચારનો નવો રસ્તો મળી ગયો છે.

બીજી તરફ બહાર આવતી એક ગંભીર હકીકત અનુસાર અમુક તત્વોએ નકલી અને જોખમી તમાકુનું સસ્તા ભાવે વેચાણ શરૂ કર્યું છે. ચાંદીની વરખના બદલે નકલી તમાકુંમાં એલ્યુમિનિયમની વરખ હોય છે. જે સાત-આઠ માસમાં કેન્સર નોતરે છે. એટલે નકલી તમાકું ખાઈને લોકોના સ્વાસ્થ્ય સાથે વધારે ચેડાં થઈ રહ્યા છે. દ્યણા લોકો માનસિક તનાવ, બેચેની, અનિંદ્રા, કબજીયાત વગેરેનો ભોગ બની રહ્યા છે.

શું નુકશાની થઈ?

વ્યસની લોકો અન્ય માનસિક અને શારીરિક બિમારીઓનો ભોગ બની રહ્યા છે

હજારો નાના દુકાનદારો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા

પોલીસ માટે ભ્રષ્ટાચારનો નવો માર્ગ પેદા થયો, કાળાબજારનું દુષણ વકર્યું

નકલી અને વધારે નુકશાની કરતી તમાકું બનાવતા તત્વોને પ્રોત્સાહન મળે છે

સરકારને પણ જીએસટીની કરોડો રૂપિયાની આવકનો ફટકો.

તમાકુની બનાવટોમાં ચાર થી પાંચ ગણો ભાવ વધારો

વસ્તુ

સામાન્ય કિંમત

અત્યારની કિંમત

તમાકુની પડીકી(નાની)

રૂ.૫

રૂ.૨૫થી ૩૦

તમાકુંની પડીકી(મોટી)

રૂ.૧૦

રૂ.૬૦થી ૭૦

મસાલો(માવો/ફાકી)

રૂ.૧૦થી

૧૨રૂ.૨૦થી ૨પ

પાન મસાલા(પડીકી)

રૂ.૫ થી ૮

રૂ.૨૫થી ૪૦

બીડી(એક જુડી)

રૂ.૧૮થી ૨૦

રૂ.૭૦થી ૧૦૦

સિગારેટ(એક પાકિટ)

રૂ.૮૦થી રૂ.૧૬૦

રૂ.૨૫૦થી ૫૦૦

સોપારી

રૂ.૩૫૦થી ૪૦૦

રૂ.૯૦૦થી ૧૦૦૦

ચુનો(મસાલા પાર્સલ)

૨૫ પૈસા

રૂ.૨

ચુનો(તમાકુ માટેનો)

૫૦ પૈસા

રૂ.૫થી ૭

(10:05 am IST)