Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

અમેરિકામાં લોકો ટપોટપ મરી રહ્યાં છે છતાં ટ્રમ્પને વ્હેલી તકે લોકડાઉન હટાવવું છે

ટ્રમ્પના વિશ્વાસુ કહે છે... મને કામ પર જતાં ડર લાગે છે : સંક્રમિતોની સંખ્યા સતત વધે છે છતાં ટ્રમ્પને બિઝનેસની ચિંતા : લોકડાઉન હટે તો ૧.૩૫ લાખ લોકો મોતને ભેટશે

વોશીંગ્ટન, તા.૧૨: અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસ હાલ કોરોના વાયરસનું હોટઝોન બની ગયું છે. અહીં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપિત માઇક પેંસના નજીકના કેટલાંક લોકો કોરોના પોઝિટીવ જોવા મળ્યા છે. તેના લીધે રાષ્ટ્રપતિના એક નજીકના સહયોગીએ એ પણ નિવેદન આપ્યું છે કે તેમને કામ પર જવામાં ડર લાગી રહ્યો છે. કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના સભ્ય જેમાં સીડીસી અને એફડીએના હેડ (આ ટોપ એજન્સીઓ આ મહામારીની રોકથામમાં લાગી ગયા છે) સામેલ છે. તેમને પોતાને કવારેન્ટાઇનમાં રાખવા પડ્યા છે. તેઓ એક એવા સંપર્કમાં આવ્યા હતા જેમાં આ મહામારીના લક્ષણ તો નહોતા પરંતુ તેઓ કોરોના પોઝિટીવ હતા.

આવી જ રીતે બે ટોપ મિલિટરી જનરલ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. સેનેટ હેલ્થ કમિટીનો પણ એક કર્મચારી પોઝિટીવ હતો. તેના લીધે કમિટીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાચતીત કરવી પડી. આ બધા ખતરા છતાંય ટોચનું નેતૃત્વ એ વાતનું દબાણ બનાવી રહ્યું છે કે ટૂં સમયમાં જ બિઝનેસને ખોલી દેવા જોઇએ જેથી કરીને ઇકોનોમીને ફરીથી બેઠી કરી શકાય. જો કે આ રીતે કોરોનાના કેસમાં વધારો થઇ શકે છે. ટ્રમ્પે સોમવારના રોજ એક ટ્વીટ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે કોરોના કેસથી સંક્રમિત લોકોની સંખ્યામાં હવે દ્યટાડો જોવા મળી રહ્યો છે. ખૂબ ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. અમારી કોશિષોની તમામે ખૂબ જ પ્રશંસા કરી છે.

આ જ રીતે બે ટોપ મિલિટ્રી જનરલ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. સેનેટ હેલ્થ કમિટીનો પણ એક કર્મચારી કોરોના પોઝિટીવ હતો. તેના લીધે કમિટીના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવી પડી. આ બધા ખતરા છતાંય ટોચના નેતૃત્વ એ વાતનું દબાણ બનાવી રહ્યા છે કે ઝડપથી બિઝનેસને ખોલી દેવામાં આવે. જેથી કરીને ઇકોનોમીને પુનઃર્જીવીત કરી શકાય.

જો કે આ રીતે કોરોનાના કેસમાં વધારો થઇ શકે છે. ટ્રમ્પે સોમવારના રોજ એક ટ્વીટ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે કોરોના કેસથી સંક્રમિત લોકોની સંખ્યામાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. બહુ ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. અમારી કોશિષોની તમામે ખૂબ પ્રશંસા કરી છે.

અમેરિકામાં કોરોનાના કેસને જોવામાં આવે તો રવિવાર સુધીમાં આ મહામારીથી ૮૦૦૦૦ લોકોના મોત થઇ ચૂકયા છે. એવામાં દુનિયામાં મૃતકોમાં દર ત્રીજો વ્યકિત અમેરિકાનો છે. જો કે રવિવારના રોજ દરરોજ મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે અને ૮૦૩ થઇ ગયો છે. એક એપ્રિલ બાદ આ બીજો મોકો છે જયારે આંકડો ૧૦૦૦થી નીચે જતો રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો અમેરિકા લોકડાઉન ખોલવાના ખતરાને ઉઠાવે છે તો ઓગસ્ટ સુધીમાં મૃતકોની સંખ્યા વધીને ૧ લાખ ૩૫ હજાર સુધી પહોંચી શકે છે.

આ તમામ પરિસ્થિતિઓને જોતા અમેરિકામાં ઇકોનોમીને ખોલવાની કોશિષની વચ્ચે ખૂબ ડર છે. રાષ્ટ્રપતિના નજીકના સલાહકાર કેવિન હૈજેટે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે તેમણે કામ પર જવામાં પણ ડર લાગ્યો છે. એટલું જ નહીં આ વાતની પણ માહિતી સામે આવી છે કે નેશનલ ગાર્ડ બ્યુરોના ચીફ જોસેફ લેંગ્યેલ અને નેવીના ટોપ એડમિરલ માઇકલ ગિલ્ડાવ પણ કોરોના પોઝિટીવ જોવા મળ્યા હતા.

(10:03 am IST)