Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પર દિલ્હીમાં ફરિયાદ

બે પૂર્વ પીએમની તસ્વીર અપલોડ કરીને વિવાદીત ટ્વીટ કરતા ફરિયાદ નોંધાવી

નવી દિલ્હી : ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ યૂથ કોંગ્રેસે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસનો આરોપ છે કે, ભાજપના આ નેતાએ બે પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ અને રાજીવ ગાંધીની તસ્વીરોને સોશિયલ મીડિયા પર અપલોડ કરી વિવાદીત વાતો લખી હતી. ત્યારે હવે આ મામલો સૌથી મોટી બે રાજકીય પાર્ટી વચ્ચેનો હોવાથી કોઈ કંઈ બોલવા તૈયાર પણ નથી. જો કે, પોલીસ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.

 કોંગ્રેસે ટ્વીટ કરી કહ્યું હતું કે, જો આ સમયે કોંગ્રેસની સરકાર હોત તો, અમે કોરોનાના ટેસ્ટ, સારવાર, વ્યવસ્થા, રાહત, મદદ અને ટેકનીકની બાબતમાં આપણે આગળ હોત. ત્યારે આ બાબત પર ભાજપના નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરી જવાબ કોંગ્રેસના સમયમાં કૌભાંડો હોવાની વાત જણાવી હતી.

સંબિત પાત્રાએ પોસ્ટર સાથે બે પૂર્વ વડાપ્રધાનના ફોટા પણ પોસ્ટ કર્યા હતા. સંબિતે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હોત તો, 5000 કરોડના માસ્ક  કૌભાંડ, 7000 કરોડના કોરોના ટેસ્ટ કિટ કૌભાંડ, 20 હજાર કરોડના જવાહર સેનિટાઈઝર કૌભાંડ, 26 હજાર કરોડના રાજીવ ગાંધી વાયરસ રિસર્ચ કૌભાંડ આવી ગયા હોત.

(10:03 am IST)