Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

BSNL-જિયોએ ગ્રાહકો ગુમાવ્યાઃ એરટેલે મેળવ્યા

ટ્રાઇનો રિપોર્ટઃ ૧.૬૦ લાખ ગ્રાહકોએ BSNLનો સાથ છોડયો : રિલાયન્સ જિયોએ ૦.૦ર મિલીયન ગ્રાહકો ગુમાવ્યાઃ હતા ૦.૮૬ મિલીયન

નવી દિલ્હી તા. ૧ર : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયા (ટ્રાઇ) અનુસાર, ૩૧ જાન્યુઆરી ર૦ર૦ સુધી ભારતમાં ૧ કરોડ ૯૦ લાખ વાયર્ડ બ્રોડબેન્ડ યુઝર્સ હતાં. ભારતમાં બ્રોડબેન્ક યુઝર્સની સંખ્યામાં ડીસેમ્બર ર૦૧૯ થી ૩૧ જાન્યુઆરી વચ્ચે ર૭ ટકાનો ઘટાડો થયો. ટ્રાઇએ પોતાના રિપોર્ટમાં કહયું કે બી. એસ. એન. એલ. અને જીઓએ જાન્યુઆરીમાં ગ્રાહકો ગુમાવ્યા છે તો ભારતી એરટેલ અને એસીટી બ્રોડબેન્ડ, હેથવે કેબલ અને ડેટાકોમ નવા ગ્રાહકો મેળવવામાં સફળ થયા હતાં.

ટ્રાઇના રીપોર્ટ અનુસાર ૮.ર૩ મીલીયન સબસ્ક્રાઇબર્સ સાથે બીએસએનએલ દેશનું નંબર ૧ વાયર્ડ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર છે. બીજા નંબર પર ર.૪૩ મીલીયન સબસ્ક્રાઇબર્સ સાથે એરટલ છે. ૩૧ જાન્યુઆરી ર૦ર૦ સુધી એરટેલ કન્વર્ઝન્સ પાસે ૧.પ૪ મીલીયન સબસ્ક્રાઇબર્સ હતાં. હેથવે કેબલ ૦.૯ર મીલીયન સબસ્ક્રાઇબર સાથે ચોથા નંબરે અને ૦.૮૪ મીલીયન સબસ્ક્રાઇબર્સ સાથે રિલાન્યસ જીઓ પાંચમાં નંબરે રહયું હતું.

ટ્રાઇના રિપોર્ટ અનુસાર, આ સમયગાળામાં ૧.૬૦ લાખ ગ્રાહકોએ બી. એસ. એન. એલ.નો અને ૦.૦ર મીલીયન ગ્રાહકોએ રિલાયન્સજીઓનો સાથ છોડયો હતો. ડીસેમ્બરમાં જીઓ પાસે ૦.૮૬ મીલીયન ગ્રાહકો હતાં. એરટેલ સાથે ૦.૦૧ મીલીયન નવા ગ્રાહકો જોડાયા જયારે એસીટી બ્રોડબેન્ડ પણ ૦.૦ર મીલીયન ગ્રાહકો નવા મેળવવામાં સફળ રહ્યું છે. તો હેથવે કેબલે ૦.૯૦ મીલીયન નવા ગ્રાહકો મેળવવામાં સફળતા હાસલ કરી.

બીએસએનએલ પોતાના રજી અને ૩ જી નેટવર્કને ૪જીમાં અપગ્રેડ કરી રહી છે. તે પોતાના વર્તમાન સીમકાર્ડને મફતમાં ૪જીમાં અપગ્રેડ કરી રહી છે. જો કે આ ઓફ ફકત ૯૦ દિવસ માટે જ છે. આ ઉપરાંત કંપની બીએસએનઅલમાં જોડાનાર નવા ગ્રાહકોને ૧૦૦ થી વધારેનું રીચાર્જ કરાવ તો સીમકાર્ડ મફતમાં આપી રહી છે.

(10:00 am IST)