Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મણિપુરમાં બીએસએફ જવાનએ બીજા જવાન પર ગોળી ચલાવીઃ એકનું મોત

ઇંફાલઃ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાના એક શિબિરમાં તૈનાત સીમા સુરક્ષા બલ (BSF)ના જવાનએ એક બીજા જવાનને ગોળી મારી દીધી અને પછી ખુદને પણ ગોળી મારી લીધી. આ ઘટનામાં એક કર્મીનું મોત થયું જયારે બીજો ઘાયલ થયો. અધિકારીઓએ આ જાણકારી આપી.

આ ઘટનામાં હેડ કોન્‍સ્‍ટેબલનું મોત થયુ જયારે કોન્‍સ્‍ટેબલને હોસ્‍પીટલમાં દાખલ કરાયોછે. મણિપુરમાં ભારત-બાંગ્‍લાદેશ આંતરરાષ્‍ટ્રીય સીમાની સુરક્ષા માટે બીએસએફની તૈનાતી છે.

(12:00 am IST)