Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ટ્રેનો બાદ હવે દિલ્હી મેટ્રો શરૂ કરવા તૈયારી : ડીએમઆરસી દ્વારા સંકેત

મેટ્રો સ્ટેશનોમાં ખાસ પ્રશિક્ષિત હાઉસકીપિંગ સ્ટાફ મુકાયો : મેટ્રો પરિસરમાં એએફસી ગેટ, એલિવેટર, એસ્કેલેટર વગેરે મશીનોની સફાઇ માટે વિશેષ સ્ટાફ

નવી દિલ્હી:દિલ્હીથી 15 વિશેષ ટ્રેનો શરૂ થયા બાદ હવે દિલ્હી મેટ્રોની સેવાઓ પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. દિલ્હી મેટ્રોએ આવા સંકેતો આપ્યા છે. એક ટ્વીટમાં દિલ્હી મેટ્રોએ કહ્યું છે કે મેટ્રો સ્ટેશનોમાં ખાસ પ્રશિક્ષિત હાઉસકીપિંગ સ્ટાફ મૂકવામાં આવ્યા છે જે મુસાફરોની મુવમેન્ટ એરિયા  સાફ કરશે. ડીએમઆરસીના જણાવ્યા અનુસાર મેટ્રો સેવાઓ શરૂ થાય છે ત્યારે સલામત મુવમેન્ટ માટે મેટ્રો પરિસરમાં એએફસી ગેટ, એલિવેટર, એસ્કેલેટર વગેરે મશીનોની સફાઇ માટે વિશેષ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે

(11:42 pm IST)