Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

હાવડા-દિલ્હી ટ્રેનની ફર્સ્ટ એસી અને થર્ડ એસીની તમામ ટીકિટ માત્ર 10 મીનીટમાં જ વેચાઈ ગઈ

મુંબઈ દિલ્હીમાં પણ હજું 18 મે સુધી કોઈ પણ ક્લાસમાં ટીકિટ ઉપલબ્ધ નથી

 

નવી દિલ્હી:આરસીટીસીએ સોમવારે સાંજે 6 વાગ્યાથી ખાસ ટ્રેનોની ટીકિટ બુકિંગ શરૂ કરી. દરમિયાન હાવડા-દિલ્હી ટ્રેનની ફર્સ્ટ એસી અને થર્ડ એસીની ટીકિટ માત્ર 10 મીનીટમાં વેચાઈ ગઈ. નોંધનીય છે કે પહેલા બુકિંગ સાંજે 4 કલાક થવાની હતી પરંતું લોડ વધી જવાથી સાઈટ ક્રેશ થઈ ગઈ હતી અને તેથી બુકિંગ 2 કલાક મોડું શરૂ થયું.હતું 

ટીકિટ બુકિંગ શરૂ થયા બાદ ભુવનેશ્વર-નવી દિલ્હી સ્પેશ્યલ ટ્રેનના એસ-1 અને એસી-3ની તમામ ટીકિયો સાંજે સાડા વાગ્યા સુધીમાં વેચાઈ ચુકી હતી. મુંબઈ દિલ્હીમાં પણ હજું 18 મે સુધી કોઈ પણ ક્લાસમાં ટીકિટ ઉપલબ્ધ નથી.

હાવડા-નવી દિલ્હી સ્પશ્યલ ટ્રેનનું 12 મે નું રિઝર્વેશન થોડી મીનીટોમાં ફુલ થઈ ગયું જ્યારે 13 મે નું રિઝર્વેશન 20 મીનીટમાં ફુલ થઈ ગયું. રૂટ પર થર્ડ એસીનું ભાડૂં 1900 રૂપિયા, સેકન્ડ એસીનું ભાડું 2700 રૂપિયા અને ફર્સ્ટ ક્લાસનું ભાડું 4595 રૂપિયા રાખવામાં આવ્યું છે. બુકિંગ વખતે ઘણાં રૂટો પર એરર જોવા મળી. હાવડાથી નવી દિલ્હી ટ્રેન સર્ચ થઈ પરંતુ રિટર્ન જર્ની સર્ચ કરવા પર એરર જોવા મળી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રેલ મંત્રાલય સ્પષ્ટતા કરી ચુક્યું છે કે, ટીકિટ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા બુક થશે. રેલવે તથા આઈઆરસીટીસીના એજન્ટો દ્વારા ટીકિટ બુક થઈ શકશે નહી. તત્કાલ ટીકિટની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી.

(11:13 pm IST)