Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કલ્યાણ જ્વેલર્સ યુએઇ, ભારતમાં શોરૂમ ખોલશે

કોરોનાની કાળજીના પગલાં વધુ લેવાશે

અમદાવાદ,તા.૧૧ : કલ્યાણ જ્વેલર્સે આજે ભારતમાં ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં એના ૧૦ શોરૂમ ફરી ખોલવાની જાહેરાત કરી હતી. કંપની દેશનાં ચોક્કસ વિસ્તારોમાં એની કામગીરી ફરી શરૂ કરશે (ગ્રીન ઝોનમાં), જ્યાં લોકડાઉન નિયંત્રણો હળવા થયા છે, જેમાં કર્ણાટકમાં સાત શોરૂમ, ઓરિસ્સા અને અસમમાં એક-એક તથા પુડુચેરીમાં એક શોરૂમ સામેલ છે. આ શોરૂમ દેશમાં કામગીરી શરૂ કરવાની પ્રથમ તબક્કાના ભાગરૂપે શરૂ કરવામાં આવશે. કંપનીએ મધ્ય પૂર્વમાં કામગીરી શરૂ કરી દીધી છે, જ્યાં અક્ષય તૃતિયાના પવિત્ર પ્રસંગે યુએઈમાં ૯ સ્વતંત્ર શોરૂમ અને કતારમાં ૩ શોરૂમ ફરી ખુલ્યાં છે. કલ્યાણ જ્વેલર્સના ફરી કાર્યરત થનાર તમામ શોરૂમમાં સલામતી અને કાળજીના પગલાં લેશે,

       જેથી ગ્રાહકો અને સ્ટાફ એમ બંનેનું સ્વાસ્થ્ય અને સલામતી એકસમાન રીતે જળવાઈ રહેશે. આ પગલાંઓમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ એમ બંને પર હેન્ડ સેનિટાઇઝરનો ફરજિયાત ઉપયોગ, સ્ટાફના તમામ સભ્યો અને ગ્રાહકોને માસ્ક અને ગ્લોવ્સ આપવા, એન્ટ્રી પોઇન્ટ પર હેન્ડ-હેલ્ડ સ્કેનર્સ મારફતે ટેમ્પરેચર ચેક અને રેગ્યુલર ડીપ ક્લીનિંગ તથા દિવસમાં એકથી વધારે વખત શોરૂમમાં સેનિટાઇઝેશન, ખાસ કરીને કાઉન્ટર ટોપ્સ, ડોર્સ વગેરે કોમન એરિયાનું ડિસઇન્ફેક્શન સામેલ હશે. શરૂ થનાર તમામ શોરૂમમાં ઇશ્યૂ થયેલી કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું કંપની દ્વારા કડકપણે પાલન થશે. આ રિઓપનિંગ પર કલ્યાણ જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એસ કલ્યાણરામને કહ્યું હતું કે, ભારત, યુએઈ અને કતાર એવા બજારો છે,

       જ્યાં પરંપરાગત સોનાની ખરીદી સંસ્કૃતિમાં વણાઈ ગઈ છે. આ દેશોમાં લોકડાઉન જોગાનુજાગે ખરીદી/લગ્નસરાની સિઝન સાથે હોવાથી અમને લોકડાઉન દૂર થયા પછી સોનાની માગ ફરી વેગ પડશે અને બજારો ફરી ખુલશે એવી અપેક્ષા છે. જ્યારે અમે આ શોરૂમોમાં કામગીરી શરૂ કરીશું, ત્યારે અમારા ગ્રાહકો અને સમુદાયનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. અમે આ શોરૂમોમાં સ્વચ્છતા અને સાફસફાઈના પગલાં લીધા છે. આ ઓપનિંગ સાથે અમને અમારા નેટવર્કમાં કામગીરી શરૂ થવાની આશા છે અને ટૂંકા ગાળામાં તબક્કાવાર રીતે સ્થિતિ થાળે પડવાની અપેક્ષા છે. શોરૂમ પસંદગીના બજારોમાં સવારે ૧૦થી સાંજના ૬ સુધી ખુલ્લા રહેશે, જેમાં ગૌહાટી, પોંડિચેરી, ભુવનેશ્વર, બેંગલોર, ઉડુપી, બેલ્લારી, હસન, મલ્લેસ્વરમ, જયાનગર અને મરાથહાલ્લી સામેલ છે. જ્વેલરી બ્રાન્ડ સ્થાનિક વહીવટીતંત્રે બહાર પાડેલી માર્ગદર્શિકાનું પાલન કરે છે અને એક વાર મંજૂરી મળી ગયા પછી અન્ય બજારોમાં શોરૂમ ફરી ખુલવા સંપૂર્ણપણે સજ્જ છે.

(9:17 am IST)