Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

સ્પેન : મોતનો આંકડો વધી ૨૬૭૪૪ ઉપર પહોંચ્યો

સ્પેનમાં નવા ૩૪૮૦થી વધુ કેસ નોંધાયા : એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૬૩૫૫૩ થઇ : સ્પેનમાં રિકવર કેસોની સંખ્યા ૧૭૭૮૪૬ પર પહોંચી : અહેવાલ

મેડ્રીડ,તા.૧૧ : દુનિયાભરની જેમ સ્પેનમાં પણ કોરોના વાયરસથી હાહાકાર મચેલો છે. સ્પેનમાં પણ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સ્પેનમાં કેસો બે લાખથી પણ ઉપર નોંધાઈ ચુક્યા છે. તંત્રના તમામ પગલા નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. વિવિધ પગલાઓ લેવામાં આવ્યા હોવા છતાં કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. સ્પેનમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. કેસોની સંખ્યા વધીને ૨૬૮૧૪૩ સુધી પહોંચી ગઇ છે. સ્પેનમાં આજે ૩૪૮૦ નવા કેસ નોંધાયા હતા. કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.

        સ્પેનમાં મોતનો આંકડો વધીને ૨૬૭૪૪ સુધી પહોંચી ગયો છે. એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો સ્પેનમાં આંકડો ૬૩૫૫૩ પર પહોંચી ગયો છે જ્યારે રિકવર લોકોની સંખ્યા ૧૭૭૮૪૬ પહોંચી ગઈ છે. અન્ય દેશોની જેમ સ્પેનમાં પણ સ્થિતિ વધુ કફોડી બનેલી છે. સ્પેનમાં પણ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દુનિયાના સમગ્ર દેશોમાં આતંક યથાવતરીતે જારી રહ્યો છે અને સતત વધી પણ રહ્યો છે. સ્પેન તંત્ર કોરોનાને રોકવામાં બિલકુલ નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. સ્પેનમાં ૨૬ હજારથી પણ વધુ લોકોના કોરોના કારણે મોત થઇ ચુક્યા છે. અમેરિકા બાદ સ્પેન કેસોની દ્રષ્ટીએ બીજા નંબર આવે છે. વિશ્વભરમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. સ્પેનની વાત કરવામાં આવે તો અમેરિકા બાદ બીજા નંબર સ્પેન રહેલું છે.

        ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ નોંધાયા બાદથી હજુ સુધી સ્પેનમાં કેસોની સંખ્યા અવિરત વિશ્વમાં લાખો લોકોને સકંજામાં લઇ ચુકેલા કોરોના વાયરસના કારણે સ્પેનમાં હાલત અતિ ખાબ થઇ ચુકી છે. આનો અર્થ થયો કે કે કોરોના ફેલાવાની ગતિ સ્પેનમાં હાલમાં સૌથી વધુ જોવા મળી રહી છે. ગંભીર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસના પરિણામ સ્વરુપે અવસાન થયું છે.

(12:00 am IST)