Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પાકિસ્તાન ભારતની વિરુદ્ધ આતંકનું ષડયંત્ર રચી રહ્યું છે

ઇસ્લામાબાદમાં દાઉદ-આતંકવાદી જૂથ વચ્ચે બેઠક : આઈએસઆઈ આતંકવાદી સંગઠનના વડા સાથે મળીને કોરોનાના કહેર વચ્ચે ભારતમાં અશાંતિ ફેલાવવા ઇચ્છુક

નવી દિલ્હી, તા. ૧૧  : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને આતંકી સંગઠન લશ્કર--તૈયબાની ઇસ્લામાબાદમાં બેઠક છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સાંજે બંને વચ્ચે મુલાકાત થઈ હતી. સૂત્રો કહે છે કે દાઉદ ઇબ્રાહિમ અને લશ્કર--તૈયબા ભારતમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આઈએસઆઈ આતંકવાદી બોસની સાથે મળીને કોરોના સમયગાળા દરમિયાન ભારતમાં અશાંતિ ફેલાવવા માંગે છે. જો સૂત્રોની વાત માનીએ તો, પાકિસ્તાન દાઉદ અને આતંકવાદી સંગઠન લશ્કરની મદદથી ભારતમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યું છે.

       કહેવામાં આવી રહ્યું છે કે માટે લશ્કરે દાઉદ ઇબ્રાહિમ સાથે હાથ મિલાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દાઉદને રવિવારે ઇસ્લામાબાદના તેના ફાર્મહાઉસ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. સૂત્રો કહે છે કે ડોન એલઈટી નેતાઓને મળવા માટે પાકિસ્તાનની જાસૂસી એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) ની ટીમ સાથે ગયો હતો. અહીં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દેશના દુશ્મનોને કડક સંદેશ આપતા કહ્યું કે દેશની સેના તમામ દુશ્મનોને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.

       રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે તેમણે વાત કરી હતી. સંરક્ષણ પ્રધાને કહ્યું કે ૨૨ વર્ષ પહેલા દિવસે પોખરણમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે રાજનાથસિંહે કહ્યું કે હું મારા દેશવાસીઓને ખાતરી આપવા માંગું છું કે સંરક્ષણ મંત્રાલય રાષ્ટ્રના તમામ દુશ્મનોનો નાશ કરવા પ્રતિબદ્ધ છે. પછી ભલે તે સરહદો પર દેખાતો દુશ્મન હોય અથવા કોરોના વાયરસ જેવો અદ્રશ્ય દુશ્મન હોય.

(12:00 am IST)