Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દેશના જીડીપીમાં પશુપાલનનું ચાર ટકા યોગદાન રહેલું છે

ઘરે રહીને દૂધનો વેપાર શરૂ કરો : પશુપાલન ફક્ત ઉત્પાદન પુરતું સિમિત નથી પણ ઓર્ગેનિક ઉત્પાદન વધવાના લીધે છાણના ખાતરથી કમાણી થાય છે

નવી દિલ્હી, તા. ૧૧ : કોરાના મહામારીના કારણે શહેરમાંથી ગામ તરફ પરત ફરી રહેલા લોકો આખરે શું કામ કરીને પોતાનું જીવન ચલાવશે. એવું શું છે કે તે ઘરને રહીને સન્માનજનક પૈસા કમાવી શકે છે. ડેરી કોપરેટિવમાં ૩૯ વર્ષથી કામ કરી રહેલા ઝારખંડ મિલ્ક ફેડરેશનના પ્રબંધ નિર્દેશક સુધીરકુમાર સિંહ કહે છે કે દૂધ ઉદ્યોગથી ગ્રામીણ જીવન બદલી શકે છે. સેક્ટર શહેરથી લઈને ભારતના ગ્રામીણ સુધી ઘણો રોજગાર આપી રહ્યો છે. તેને વધારે આગળ વધારી શકાય છે. તેના દ્વારા લોકોને કામ આપી શકાય છે.

        પશુપાલન હવે ફક્ત ગાય-ભેસનું દૂધ કાઢવા સુધી સિમિત નથી. આર્ગેનિક ઉત્પાદન વધવાના કારણે છાણના ખાતરથી પણ કમાણી કરી શકાય છે. સુધીરકુમાર સિંહ કહે છે કે, ભારતના જીડીપીમાં પશુપાલન અને તેની સાથે જોડાયેલ ક્ષેત્ર લગભગ ટકા યોગદાન આપે છે. ગુજરાત પછી કર્ણાટક મામલામાં સૌથી વધારે ઊભરતું રાજ્ય છે. જ્યારે સૌથી વધારે પશુધન યૂપીમાં છે પણ સહકારી આંદોલનના 'સરકારીકરણ' હોવાને કારણે અહીં કોપરેટિવ સક્સેસ નથી. કોરોના વાયરસના કારણે બદલાયેલા ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે બધી સરકારોએ દૂધ કોપરેટિવની વ્યવસ્થા ઠીક કરવી પડશે. શહેરોમાં મોટાભાગના લોકો ૧૦-૧૫ હજરા રૂપિયા કમાય છે. આટલા પૈસા તો તે બે-ત્રણ પશુઓ ઘરે રાખીને પણ કમાઈ શકાય છે. ખાદ્યાનથી વધારે આવક નેશનલ સ્ટેટિક્સ ૨૦૧૯ પ્રમાણે ૨૦૧૭-૧૮માં દૂધથી થનારી આવક ,૦૧,૫૩૦ કરોડ રૂપિયા છે.

         જે ખાદ્યાનોથી થનારી કુલ ઈન્કમથી પણ વધારે છે. જાહેર છે કે ડેરી વ્યવસાયમાં ખેડૂતોની આવકને વધારવાની અપાર ક્ષમતા છે કારણ કે ક્ષેત્રમાં ઘણી તરક્કી છતા પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા ફક્ત ૩૯૪ ગ્રામ છે. ભારતમાં દરરોજ ૫૦ કરોડ લિટર દૂધ ઉત્પાદન થાય છે. જેમાં લગભગ ૨૦ કરોડ લિટર ખેડૂત કરે છે. જ્યારે ૩૦ લિટર માર્કેટમાં આવે છે. રોજગારની વધારે સંભાવના, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રૂ, ઈન્સ્ટ્યિૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ ગુજરાતમાં વર્ગીસ કુરયિન સેન્ટર ઑફ એક્સીલેસનના સલાહકાર સંદીપ દાસ કહે છે કે, કોરોના કાળમાં પણ ડેરી સેક્ટર યોગ્ય રીતે ચાલી રહ્યું છે. આટલી મોટી જનસંખ્યાવાળા દેશમાં દૂધ ઉદ્યોગ રોજગાર આપનાર અને દેનાર મોટો માધ્યમ બની શકે છે. સરકાર માટે મદદ કરી રહી છે.

       ઘણા પ્રદેશોમાં તેની સંભાવના ઘણી છે પણ ઈન્ફ્રાસ્ટ્રકચર નથી. બલ્ક મિલ્ક કૂલર (બીઅએમસી) જેમાં દૂધ ઠંડુ કરવામાં આવે છે તેને વધારવું પડશે. યુપી જેવા મોટા રાજ્યોમાં ઘણા ઓછા ડેરી છે. ડેરી માટે ક્યાંથી મળશે મદદ. કેન્દ્ર સરકારની ડેરી ઉદ્યમિતા વિકાસ યોજના સિવાય રાજ્ય સરકારો પણ પોતપોતાના સ્તરે તેના વિકાસમાં કાર્યક્રમ ચલાવી રહી છે. જેમાં ૨૫ થી લઈને ૯૦ ટકા સુધીની સબસિડી છે. કેન્દ્ર સરકારના નાબાર્ડ દ્વારા પશુપાલન માટે મદદ આપે છે. ડેરી ઉદ્યમિતા વિકાસ યોજના અંતર્ગત એક પશુ પર ૧૭,૭૫૦ રૂપિયાની સબસિડી મળે છે. જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રકમ ૨૩,૩૦૦ રૂપિયા પ્રતિ શું આપવામાં આવે છે. મિલ્ક પ્રોડક્ટ બનાવવાના મશીન માટે પણ પૈસા મળે છે.

        પશુપાલન અને ડેરી સેક્ટરમાં વધારવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ પણ ચલાવી રહી છે. આની મદદથી દૂધથી જોડાયેલ વેપારી વધારી શકાય છે. ગાયનું દૂધ અને બોટલબંધ પાણીની કિંમત બરાબર-દૂધ ઉત્પાદનમાં આપણી ઘણી પ્રગતિ કરી લીધી છે પણ કેટલાક રાજ્યોને છોડી દેવામાં આવે તો ખેડૂત યોગ્ય કિંમત માટે તરસી રહ્યા છે. કેવી રીતે નક્કી થાય છે દૂધની કિંમત - દૂધની યોગ્ય કિંમત મેળવવાની સમસ્યા સામાન્ય છે. દૂધમાં રહેલા ફેટ અને એસએનએફના આધારે તેની કિંમત નક્કી થાય છે. કોઓપરેટિવ દૂધની કિંમત નક્કી કરે છે તે . ટકા ફેટ અને . ટકા એસએનએફનું હોયછે.

(12:00 am IST)