Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોવિદ -19 : પ્રેસિડન્ટ ટ્રમ્પએ એશિયન અમેરિકનોના ધંધા રોજગાર ચોપટ કરી દીધા : ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસનો આક્રોશ

વોશિંગટન : તાજેતરમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસે કોરોના વાઇરસ મહામારી વચ્ચે એશિયન અમેરિકન સ્મોલ વ્યવસાયિકોને ટ્રમ્પ વહીવટી તંત્રે સહાય આપવાથી વંચિત રાખી તેઓના ધંધા રોજગાર ચોપાટ કરી દીધા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આપી વિક્ટરી ફંડ આયોજિત ઓનલાઇન પ્રોગ્રામમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પની આ બેધારી નીતિનો અંદાજે 2 મિલિયન જેટલા એશિયન અમેરિકન વ્યાવસાયિકો ભોગ બન્યા છે.બેંકો દ્વારા આપવામાં આવેલી લોનો પણ તેઓની સાથે સાઠગાંઠ ધરાવતા મોટા ઉદ્યોગોને અપાઈ છે.હોટેલ રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાયો સાથે જોડાયેલા લાખો કર્મચારીઓ બેરોજગાર બન્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે હવે પછી સરકાર દ્વારા જાહેર થનારી રાહત 20 થી ઓછા કર્મચારીઓ ધરાવતા વેપાર ઉદ્યોગોને આપવામાં આવે.

(7:13 pm IST)