Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

" આસ્થા ડે કેર હોમ ફોર ઈન્ડિન અમેરિકન સિનિયર્સ " : અમેરિકાના મેરીલેન્ડ મુકામે ભારતીય મૂળના સિનિયરો માટે શરૂ કરાયેલી સેવા : એકલતાનો ભોગ બની રહેલા સિનિયરોની સંભાળ લેવાશે : તેમની મનપસંદ પ્રવૃતિઓ હાથ ધરાશે

મેરીલેન્ડ : અમેરિકાના મેરીલેન્ડ મુકામે " આસ્થા ડે કેર હોમ ફોર ઈન્ડિન અમેરિકન સિનિયર્સ " શરુ કરાયું છે. યુવાન પુત્રો અને પુત્રવધૂઓ કામ પર જતા હોવાથી એકલા પડી જતા  સિનિયરોની સંભાળ લેવા માટે શરૂ કરાયેલા આ હોમમાં સિનિયરોની મનપસંદ  પ્રવૃતિઓ હાથ ધરાશે
તેઓને સમયસર દવાઓ આપવા માટે નર્સની વ્યવસ્થા ઉપરાંત તબીબો દ્વારા નિદાનની પણ વ્યવસ્થા સાથે પૌષ્ટિક ભોજન ,ઇન્ડોર ગેમ્સ જેવીકે કેરમ ,ચેસ,સહિતની વ્યવસ્થા સાથે અંતાક્ષરી ,ચર્ચાચોરો ,મેડિટેશન ,પૂજાપાઠ ,સહિતની વ્યવસ્થા વડે સિનિયરોની એકલતા ટાળવાનો પ્રયત્ન કરાશે
આ ડે કેર હોમના ઉદ્ઘાટન પ્રસંગે મેરીલેન્ડ ગવર્નર ઓફિસના પ્રતિનિધિ ,કાઉન્સિલ મેમ્બર ,ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી લીડર ડો.શિવા સુબ્રમણિયમ ,તેમજ વિશાળ સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન સિનિયર્સ હાજર રહ્યા હતા.

(7:01 pm IST)