Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

નેપાળમાં ભારતીય દૂતાવાસ સામે વિરોધ પ્રદર્શન : ભારતના ઉત્તરાખંડ અને લિપુલેખને જોડતી 80 કી.મી.લાંબી સડકના નિર્માણ મુદ્દે તનાવ : માન સરોવર યાત્રા સરળ બનાવવા રક્ષામંત્રી રાજનાથસિંહે બે દિવસ પહેલા વિડિઓ લીન્કથી ઉદઘાટન કર્યું હતું

કાઠમંડુ : નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસ સામે આજરોજ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જે માટે ભારતના ઉત્તરાખંડ અને લિપુલેખને જોડતી 17 હજાર ફૂટ ઉંચાઈ ઉપર નિર્માણ થઇ રહેલી 80 કી.મી.લાંબી સડકના નિર્માણ મુદ્દે તણાવ સર્જાયો હતો.નેપાળના માટે મુજબ આ વિસ્તાર તેઓની માલિકીનો છે.સીમા વિવાદ મામલે ચર્ચા કરવા નેપાળ સરકારે ભારતના રાજદૂતને વિરોધ સાથેનું આવેદન પત્ર આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ સડકના નિર્માણથી માન સરોવર યાત્રા સરળ થઇ શકે છે.

(6:24 pm IST)