Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

બ્રિટનમાં લોકડાઉન 1 જૂન સુધી ચાલુ રહેશે : સાયકલથી અવરજવર કરવાનું અભિયાન ચાલુ કરાવવા માટે 2.48 કરોડ ડોલરનું બજેટ મંજુર : સ્કોલટલેન્ડમાં 28 મે સુધી લોકડાઉન

લંડન : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને જણાવ્યું છે કે દેશમાં 1 જૂન સુધી લોકડાઉન ચાલુ રહેશે જયારે સ્કોટલેન્ડમાં 28 મે સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરે સ્ટે હોમ ની જગ્યાએ નવું સૂત્ર સ્ટે એલર્ટ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા 31587 થઇ ગઈ છે. હવે સરકારે સાયકલથી અવરજવર કરાવવાનું અભિયાન ચાલુ કર્યું છે.જે માટે 2.48 કરોડ ડોલર ફાળવાયા છે.જેનો હેતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપરનો બોજો હળવો કરવાનો છે.તથા લોકડાઉન ધીમે ધીમે હળવું કરવાનો છે.

(11:16 am IST)