Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સિક્યુરિટી ગાર્ડ રંજીત રામચંદ્રન આઈઆઈએમના પ્રોફેસર બન્યા

મન હોય તો માળવે જવાય કહેવતને સાર્થક કરતો યુવક : કેરળના રંજીતને ૈંૈંસ્થી અપોઈન્ટમેન્ટ લેટર મળ્યો, લોન લઇ પોતાના પરિવાર, ભાઈ-બહેન માટે ઘર બનાવવા ઇચ્છુક

રાંચી : મન હોય તો માળવે જવાય- કહેવત તમે સાંભળી હશે. પરંતુ જો તમને વાત પર વિશ્વાસ હોય તો ૨૮ વર્ષીય રંજીત રામચંદ્રનના જીવનની કહાની વાંચી લેવી જોઈએ. રંજીત, સિક્યોરટી ગાર્ડની નોકરી કરતા હતા અને એક નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. પરંતુ તેમણે સપનું જોવાની હિંમત કરી અને તેને સાકાર કરવા માટે પ્રયત્નો કર્યા. કેરળના રંજીત એક પ્રોફેસર છે અને તે પણ રાંચી આઈઆઈએમમાં. ૯મી એપ્રિલના રોજ તેમણે ફેસબુક પર પોતાના ઘરના એક ફોટો સાથે સંઘર્ષની કહાની શેર કરી હતી.

રંજીતની પોસ્ટ પર હજારો રિએક્શન આવ્યા છે અને અનેક લોકોએ તેને શેર કર્યા છે. તેણે લખ્યું કે, મારો ઘરમાં જન્મ થયો, અનેક ખુશીઓ અહીં જોઈએ... તમને જણાવી દઉં કે ઘરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના એક આસિસ્ટન્ટ પ્રોફેસરનો જન્મ થયો હતો. હું ઘરથી આઈઆઈએમ-રાંચી સુધીનો સફર તમારી સાથે શેર કરી રહ્યો છું. શક્ય છે કે મારી સફળતાની કહાની કોઈને પોતાના સપના સાકાર કરવામાં મદદરૂપ સાબિત થઈ જાય.

રામચંદ્રનને પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યો પછી તેઓ ઈકોનોમિક્સ ભણવા માટે સેન્ટ પીઅસ એક્સ કોલેજમાં ગયા, પરંતુ તેમણે અહીં અનુભવ્યું કે તેમનો પરિવાર ભણતરનો ખર્ચ ઉઠાવી નહીં શકે. તેમણે ભણવાનું છોડવાનો નિર્ણય કર્યો. તે દરમિયાન રંજીતે નાઈટ વૉચમેનની નોકરીની એક જાહેરાત જોઈ અને નોકરી માટે અરજી કરી. સદ્દનસીબે તેમને પાનાથૂરમાં બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જમાં નાઈટ વૉચમેનનું કામ પણ મળી ગયું.

તે આગળ લખે છે કે, હું દિવસે કોલેજ જતો હતો અને રાતના સમયે ટેલીફોન એક્સચેન્જમાં કામ કરતો હતો. નોકરી મેં પાંચ વર્ષ સુધી કરી. શરુઆતમાં મહિનાના ૩૫૦૦ રુપિયા મળતા હતા જે પાંચ વર્ષમાં હજાર સુધી પહોંચી ગયા હતા. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તેમણે પીએચડી માટે આઈઆઈટી મદ્રાસમાં એડમિશન લીધું. પરંતુ રામચંદ્રનને માત્ર મલયાલમ ભાષા આવડતી હતી. કારણે મને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને મેં પીએચડી છોડવાનો નિર્ણય લીધો. જો કે તેમના ગાઈડ સુભાષે તેમને રોક્યા. તેમણે પબ્લિકેશન્સ સાથે વર્ષ મહિનામાં પોતાનું પીએચડી પૂરું કર્યું અને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આઈઆઈએમ રાંચીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અરજી કરી. ડિસેમ્બર મહિનાથી તે બેંગ્લોરની ક્રાઈસ્ટ યૂનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. રંજીતને આઈઆઈએમથી અપોઈન્ટમેન્ટ લેટર મળી ચૂક્યો છે. તે સૌથી પહેલા લોન લઈને પોતાના પરિવાર અને ભાઈ-બહેન માટે ઘર બનાવવા માગે છે.

(7:51 pm IST)
  • હાલમાં જેલમાંથી છુટેલ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયા કોરોના પોઝીટીવ access_time 1:57 pm IST

  • 25મી એપ્રિલે યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડની ચૂંટણી મોકૂફ : ગુજરાતના 80 હજારથી વધુ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરતા હોય છે access_time 5:52 pm IST

  • કલેકટરના પીઍ જીતેન્દ્ર કોટક અને તેમના આખા પરિવારને કોરોના વળગ્યો : મહેકમના કારકૂન બકોતરા પણ કોરોનાગ્રસ્ત : આખી કચેરીમાં ફફડાટ : આજથી તા. ૩૦ સુધી તમામ જનસેવા કેન્દ્ર અને પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા કલેકટરનો આદેશ : સમરસ હોસ્ટેલમાં ફોન અને કન્ટ્રોલ રૂમ માટે શિક્ષકોને ડ્યુટી : વધુ ૩ સ્થળે ૧૨૫ બેડ વધારાયા access_time 12:10 pm IST