Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગૂગલ મોબાઇલ એપથી હવે શોપિંગ થઇ શકશે નહીં :જૂન મહિનાથી સુવિધા બંધ કરવા જાહેરાત

ગૂગલ શોપિંગ એપ વેબ વર્ઝન કાર્યરત રહેશે: યુઝર ડેસ્કટોપ પર તેનો ઉપયોગ કરી શકશે

નવી દિલ્હી : ગૂગલ મોબાઇલ એપથી હવે શોપિંગ થઇ શકશે નહીં. આ સુવિધા જૂન મહિનાથી બંધ થઇ જશે. ગૂગલે પોતાની મોબાઈલ શોપિંગ એપ (Google Mobile Shopping App) સર્વિસને બંધ કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે જૂન મહિનાથી યુઝર તેનો ઉપયોગ નહિ કરી શકે. જોકે ગૂગલ શોપિંગ એપ વેબ વર્ઝન કાર્યરત રહેશે. અર્થાત યુઝર ડેસ્કટોપ પર તેનો ઉપયોગ કરી શકશે.

  ગૂગલે 9to5Googleનાં માધ્યમથી મોબાઈલ શોપિંગ એપ બંધ કરવાની જાહેરાત કરી છે. તે પ્રમાણે આગામી કેટલાક અઠવાડિયાં બાદ શોપિંગ એપ ઉપલબ્ધ રહેશે નહિ. તેથી યુઝરે એપનો ડેટા સેવ કરી ટ્રાન્સફર કરવા માટે પણ કંપનીએ જણાવ્યું છે. યુઝર્સ હવે shopping.google.comનાં માધ્યમથી યુઝર ડેસ્કટોપ પરથી શોપિંગ કરી શકશે. આ એપ એન્ડ્રોઈડ અને iOS બંને માટે અવેલેબલ હતી. એપ પર મળતી તમામ ફંક્શનાલિટીને શોપિંગ ટેબ પર અવેલેબલ કરવામાં આવી છે. સાથે જ યુઝર્સને ભરોસો આપવામાં આવ્યો છે કે શોપિંગ ટેબ અને ગૂગલ એપ (Google Mobile Shopping App)સહિત ગૂગલના તમામ પ્લેટફોર્મ પર નવાં ફીચર્સ આપવામાં આવશે. તેનાથી યુઝરનો શોપિંગ એક્સપિરિઅન્સ વધશે

ગૂગલ મોબાઈલ શોપિંગ એપ યુઝર્સને હજારો ઓનલાઈન સ્ટોર્સથી ગૂગલ અકાઉન્ટથી શોપિંગની સુવિધા આપે છે. ગૂગલે શોપિંગ મોબાઈલ એપ બંધ કરવાની જાહેરાત તેવા સમયમાં કરી છે જ્યારે કંપની સર્ચ, ઈમેજ સર્ચ અને યુટ્યુબ સર્ચમાં શોપિંગની સુવિધા આપી રહી છે. કંપની સર્ચિંગ વધુ સારુ બનાવવા માટે AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી) ફીચરનો ઉમેરો કરી શકે છે

(7:46 pm IST)