Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

હરિદ્વાર : શાહીસ્નાન માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી

કોરોના નિયમોના ચીંથરેહાલ : આજે કુંભનું બીજુ શાહી સ્નાન

હરિદ્વાર : કોરોના સંકટ વચ્ચે હરિદ્વારમાં આજે કુંભનું બીજું શાહી સ્નાન છે. શાહિસ્નાન અંગે પોલીસ પ્રશાસનથી માંડીને હર કી પૌડી પર ભીડ ઉમટી છે. સામાન્ય લોકો શાહી સ્નાન પહેલા ગંગાજીમાં ડુબી લગાવવા પહોંચ્યા આ દરમ્યાન કોરોનાના નિયમોના લીરેલીરા ઉડ્યા છે અને શ્રધ્ધાળુઓની ભીડ રહી.

કુંભમેળા આઇજી સંજય ગુંજયાને જણાવ્યું કે અમે લોકોને સતત કોરોનાના નિયમોનું પાલન કરવા જણાવી રહ્યા છે. આઇ.જી.નું કહેવું છે કે ભારે ભીડને જોઇને ત્યાં ઘાટ પર સામાજીક અંતર જેવા નિયમોનું પાલન કરાવવું મુશ્કેલ છે.

આઇ.જી. સંજય ગુંજયાનને જણાવ્યું કે ઘાટ પર સવાર ૪ થી જ સ્નાન કરવા લાગ્યા છે. અમે દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સોમવતી અમાાસના શાહી સ્નાન પર કુંભ મેળા પોલીસને શ્રધ્ધાળુઓની સુવિધા માટે હર કી પૌડી પર સ્નાન કરવા માટે કેટલીક રાહત આપી છે શ્રધ્ધાળુઓ હર કી પૌડી પર સવારે સાત વાગ્યા સુધી સ્નાન કરી શકશે ત્યારબાદ સામાન્ય શ્રધ્ધાળુ એ ક્ષેત્રમાં જઇ શકશે નહીં.

સૌથી પહેલા નિરંજની અખાડા તેમના સાથી આનંદની સાથે સવારે ૮.૩૦ વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ ૯ વાગ્યાનો સમય જુના અખાડા તેમજ અગ્નિ અખાડા, આવાહન અને કિન્નર અખાડાને સ્નાન માટે આપવામાં આવ્યો છે.

(3:22 pm IST)