Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મતદાતા સામે નેતા

 પ્રચાર દરમિયાન આકસ્મિક રીતે લેવાયેલી આ તસવીર ખરેખર ભારતની લોકશાહીનું વાસ્તવિક ચિત્ર રજુ કરે છે. મતદાતા સદાને માટે અશકત જ રહેતો હોય છે અને તેની હાલતમાં ભાગ્યે જ કંઇ સુધારો થતો હોય છે કે કરાતો હોય છે પરંતુ જ્યારે જ્યારે ચુંટણી આવે છે ત્યારે આવા કૃશ અને અશકત મતદાતાની સામે તાજા માજા દેખાતા અને રહેતા નેતાઓ આ રીતે રીતસરના ઝુકી જઇને મતદાતા જાણે દેવતા હોય એ રીતે તેમને માનવતા હોય છે. બંગાળમાં વિધાસભાની ચૂંટણીઓ માટે હવે ડોર-ટુ-ડોર પ્રચાર થઇ રહ્યો છે એ દરમિયાન રવિવારે ભાજપના આ ઉમેદવાર બુધરાય ટુડુએ આ મતદારને ઝુકીને નમન કર્યા હતા. બેલુરઘાટ પાસેના દક્ષિણ દિનાજપુરના તપન મતક્ષેત્રના રાજુઆ ગામનું આ દ્રશ્ય છે.

(9:49 am IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : તમામ રેકોર્ડ તૂટ્યા :કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,57,028 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,35,12,493થઇ :એક્ટિવ કેસ 11,89,856 થયા : વધુ 68,748 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,21,47,081 થયા :વધુ 761 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,70,066 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 63,294 નવા કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા access_time 12:05 am IST

  • પોરબંદર સુભાષનગર પોલીસ ચોકી પાછળ લાંગરેલા પાકિસ્તાની બોટમાં આગ લાગી કોઈ જાનહાનિ કે નુકસાન નથી access_time 11:53 pm IST

  • 25મી એપ્રિલે યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડની ચૂંટણી મોકૂફ : ગુજરાતના 80 હજારથી વધુ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરતા હોય છે access_time 5:52 pm IST