Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

દેશના મહેમાન પક્ષીઓને પણ મોસમની અવળી અસર

ઝાંકળ અને ઓછી દ્રષ્યશકિતને કારણે પક્ષી ગણનાનાં આંકમાં ઘટાડો

નવી દિલ્હી તા.૧૨: ભારતમાં આ વખતે મહેમાન પક્ષીઓ ઓછી સંખ્યામાં આવ્યા હતાં. જો કે આનું એક કારણ ખરાબ મોસમ અને દ્રષ્ય શકિત ઓછી હોવાનું પણ છે, જેના કારણે પક્ષી ગણત્રી સૂચકાંક (બીસીઆઇ)માં ઘટાડો થયો છે. ૨૦૧૭માં ભારતમાં આવનાર વિભિન્ન પ્રજાતિઓના પક્ષીઓની સંખ્યા ૨૬૮ હતી, જે ૨૦૧૮માં ૨૧૭ હતી.

જો કે પક્ષીપ્રેમીઓએ આનાથી નિરાશ થવાની જરૂર નથી. પ્રવાસી પક્ષીઓ આ વખતે ભલે ઓછા આવ્યા પણ બધા પ્રવાસી પક્ષીઓએ આ વર્ષે પણ દેશના અલગ -અલગ વિસ્તારોમાં પોતાની હાજરી પુરાવી હતી. જેમાં હયુમ્સ શોર્ટ ટોઇડ, સ્કાય લાર્ક, ગ્રેટર વાઇટ ફ્રંટેડ ગુજ, સિનેમોન બિટેરન, પેન્ટેડ સેંડ ગુજ, (અસોલા) પેસિફીક ગોલ્ડન પ્લોવર, ટ્રાઇ કલર્ડ મુનિયા, બ્લેક થ્રોટેડ થ્રુસ, વેરીયેબલ વ્હીટર, કર્લ્યુ, રેડ હેડેડ બ્ટીંગ, નાના કાનાવાળા ઘૂવડ, બ્લેડ હેડેડ કૂકૂ થ્રાઇક, બ્રાઉન શ્રાવક, ટીકેલ્સ બ્લ્યુ ફલાઇકેચર, માલાર્ડ ૯, વોટર રેલ, બંગાળ બુશલાર્ક વગેરે શામેલ છે. પક્ષી વિશેષજ્ઞ અને દિલ્હી યુનિવર્સિટીના પર્યાવરણ વિભાગમાં પ્રોફેસર ડો. ફૈયાઝ ખુદસરે કહ્યું કે, સંખ્યામાં બહુ ફેરફાર નથી થયો. સ્થાનિક મોસમના કારણે ગણત્રીમાં ઘટાડો થયો છે. ધૂમ્મસ, પ્રદુષણ અને ઓછા થઇ રહેલા જંગલો પક્ષીગણત્રી અથવા તેની નિગરાણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમને કહ્યું કે ધૂમ્મસના કારણે દ્રષ્ય શકિત ઘટવાથી પક્ષીઓને જોવામાં મુશ્કેલીઓ થઇ રહીહતી.

(3:26 pm IST)