Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

આતંકની 'પાઠશાળા' : ૮ પોસ્ટ ગ્રેજયુએટ, ૧૯ ગ્રેજયુએટ ત્રાસવાદી બન્યા

ભારતીય સેના માટે નવો પડકાર : ગયા વર્ષની સરખામણીએ શિક્ષિત લોકો વધુ ત્રાસવાદથી થયા પ્રભાવિત

નવી દિલ્હી તા. ૧૨ : જયારે એક ત્રાસવાદી મરે છે તો તેઓ તેમની પાછળ ત્રાસવાદીઓની ભરતીનો રસ્તોઙ્ગ અને જયારે એક ભણેલો ગણેલો ત્રાસવાદી મરે છે.તો તે વધુ ખતરનાક હોય છે. આર્મીના એક અધિકારી મુજબ, કાશ્મીરમાં ઇન્ડિયન આર્મી આ નવી પડકારનો સામનો કરી રહી છે. ગયા વર્ષે કાશ્મીરમાં જે યુવાઓએ આતંકની રાહ પકડી છે.તેમાં ૮ પોસ્ટ ગ્રેજયુએટ અને ૧૯ ગ્રેજયુએટ. ૨૦૧૭ જણાવ્યા મુજબ, ભણેલા ગણેલા ત્રાસવાદીઓની ભરતીમાં વધારો થયો છે જે આર્મી માટે એક પડકાર બની ગયો છે.

ઇન્ડિયન આર્મીના જણાવ્યા મુજબ, ૨૦૧૭માં કુલ ૧૨૮ યુવાઓએ આતંકની રાહ પકડી છે.જેમાં કોઈ પોસ્ટ ગ્રેજયુએટ નહોતા, એક ગ્રેજયુએટ હતો, ૪ બારમુ પાસ, અને એક દસમું પાસ હતા. પરંતુ ૨૦૧૮માં ભણેલા ત્રાસવાદીઓની સંખ્યા વધી ગઈ છે.૨૦૧૮માં કુલ ૨૦૯ યુવા ત્રાસવાદીઓની સાથે ગયા. આ વખતે શિક્ષિત લોકો પણ ત્રાસવાદીઓથી પ્રભાવિત જોવા મળ્યા. તેમાં ૮ પોસ્ટ ગ્રેજયુએટ, ૧૯ ગ્રેજયુએટ, ૧૫ બારમું પાસ, અને ૯ દસમી પાસ હતું.

આર્મીના એક સિનિયર અધિકારી અધિકારીએ કહ્યું કે બે -ત્રણ વર્ષોમાં કાશ્મીરમાં બૌદ્ઘિક હિંસા વધી છે.જયાં પહેલા બંદૂક પકડીને માર્ટા આતંકીને શહીદનો દરજ્જો આપવાના પ્રયત્નો હતા. બીજી બાજુ વર્ચ્યુઅલ વર્લ્ડમાં બૌદ્ઘિક હિંસા ફેલાવનારને વધુ ગ્લેમરાઇસ કરવામાં આવી રહયા છે અને વિશ્વભરમાં તેમની વધુ ચર્ચા થઇ રહી છે. આર્મી ભલે આતંકીઓએ સતત મારી રહી છે.પરંતુ દરેક મરેલો આતંકી નવા ત્રાસવાદીને જન્મ આપી રહ્યો છે. અને ભણેલો ગણેલો ત્રાસવાદી વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. કારણકે તે કટ્ટરતા ફેલાવામાં વધુ મહત્વનું હથિયાર સાબિત થઇ રહ્યું છે.(૨૧.૧૦)

(11:13 am IST)