Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અમેરિકામાં ડ્રિલિંગ એકિટવિટિસ વધારો : ક્રુડતેલમાં દબાણ : નેચરલ ગેસમાં તેજી

રાજકોટ,તા.૧૨: અમેરિકામાં ડ્રિલિંગ એકિટવિટી વધતા કાચા તેલમાં દબાણ જોવા મળી રહ્યું છે. એમસીએકસ પર ભાવ લગભગ ૧ ટકા તૂટ્યા, જયારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટમાં ૬૨ અને WTI ક્રૂડમાં ૫૩ ડૉલરની નીચે કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

 સાથે જ USA ઓઈલ રિગ વધીને ૮૫૪ પર પહોંચી ગઈ છે, જેના કારણે કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે, ઓપીઈસી ઉત્પાદનમાં કાપના કારણે કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ પણ મળતો દેખાઈ રહ્યો છે.

  નેચરલ ગેસમાં તેજી આવતા એમસીએકસ પર ભાવ ૧૯૦ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

(9:53 am IST)