Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કોંગ્રેસના મત અમારી પાર્ટીને મળતો નથી ;કોંગ્રેસે અને બીજેપી રાફેલ ડીલ મામલે સતા ગુમાવશે : માયાવતી

કોંગ્રેસ અને ભાજપ બંનેની કાર્યશૈલી એક જેવી :કોંગ્રેસના વોટ અમારી પાર્ટીને મળતા નથી

 

લોકસભા ચુંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં  બસપા અને સપા સાથે મળીને 38-38 સીટો પર ચુંટણી લડશે. જોકે બે સીટો કોંગ્રેસ માટે છોડી દીધી છે

 માયાવતીએ કહ્યુ કે, કોંગ્રેસના સમયમાં ઘોષિત ઈમરજન્સી હતી અને હાલ દેશમાં અઘોષિત ઈમરજન્સી છે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર અમે અમેઠી અને રાયબરેલીની સીટો છોડી દીધી છે. કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાથી અમને નુકશાન થાય છે કારણ કે તેમનો વોટ અમારી પાર્ટીને મળતો નથી.

  અખિલેશ યાદવની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતા માયાવતીએ કહ્યું કે, બીજેપી અને કોંગ્રેસ બંનેની કાર્યશૈલી એક જેવી છે. કોંગ્રેસને બોફોર્સ મામલે સરકાર ગુમાવી પડી હતી. હવે બીજેપીને રાફેલ ડીલ મામલાને લઈને સરકાર ગુમાવી પડશે.

(10:11 pm IST)
  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST