Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકી હુમલો :IED બ્લાસ્ટમાં બે જવાન શહીદ

લામ સેક્ટરમાં બોર્ડર પર સૈનિકોને નિશાન બનાવ્યા :એલઓસી પર IED લગાવી રાખ્યા હતા

 

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના રાજોરી જીલ્લામાં સાંજે  IED બ્લાસ્ટમાં એક જૂનિયર કમીશંડ અધિકારી (જેસીઓ) અને એક અન્ય જવાન શહીદ થયા છે

  જાણવા મળતી વિગત મુજબ જમ્મુ-કાશ્મીરના રાજોરી જીલ્લામાં શુક્રવારે મોડી સાંજે આતંકીઓએ IED બ્લાસ્ટ કર્યો છે.

સેના અધિકારીઓના જણાવ્યા મુજબ શંકાસ્પદ આતંકવાદીઓને રાજોરી જીલ્લાના લામ સેક્ટરમાં બોર્ડર પર ડ્યુટી કરી રહેલા સૈનિકોને નિશાન બનાવી નિયંત્રણ રેખાના માર્ગ પર IED લગાવી રાખ્યા હતા.

  બ્લાસ્ટમાં એક જીસીઓ સહિત બે જવાન ઘાયલ થયા હતા, જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન બેના મોત નિપજ્યા

(12:41 am IST)
  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST