Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

રાકેશ અસ્થાના સામે તપાસ ચાલુ રહેશેઃ દિલ્હી હાઇકોર્ટે રાહત આપી નહિ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રાહત નથી આપી. તેમની વિરુદ્ધ તપાસ ચાલુ રહેશે.

સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ કહ્યું હતું કે અસ્થાના વિરુદ્ધ લાંચના આરોપમાં એફઆઈઆર નોંધાવતી વખતે તમામ અનિવાર્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. ફરિયાદી હૈદરાબાદના વેપારી સતીશ બાબૂ સનાએ આરોપ લગાવ્યો હતો કે તેમને આ મામલામાં રાહત મેળવવા માટે લાંચ આપી હતી. સનાએ આસ્થા વિરુદ્ધ ભ્રષ્ટાચાર, બળજબરીથી વસૂલી જેવા આરોપ લગાવ્યા હતા. સીબીઆઈના ડીએસપી દેવેન્દ્ર કુમારની વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

સીબીઆઈએ 15 ઓક્ટોબર 2018ના રોજ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા. વેપારી સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે આરોપ લાગ્યા છે.

સનાથી મોઇન કુરેશીના મામલાની તપાસ કરી રહેલા અસ્થાનાની વિશેષ ટીમે પૂછપરછ કરી હતી. વેપારીએ આરોપ લગાવ્યો હતો કે દુબઈના એક વચેટિયાએ સ્પેશલ ડાયરેક્ટરથી તેના કથિત સંબંધોની મદદથી બે કરોડ રૂપિયાની લાંચના બદલે તેમના માટે રાહતનો પ્રસ્તાવ મૂક્યો હતો.

(5:11 pm IST)