Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

૨૦૧૯ પહેલા કયાં મુદ્દા પર બીજેપી દાવ ખેલશે? આજથી રામલીલા મેદાનમાં ઘડાશે પ્લાન

'મિશન-૨૦૧૯' માટે પક્ષની જોર શોરથી તૈયારી : આજથી રાષ્ટ્રીય પરિષદની બેઠક

નવી દિલ્હી તા. ૧૧ : લોકસભા ચૂંટણી પહેલા થઇ રહેલી બીજેપીની અંતિમ રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પક્ષ નક્કી કરી શકે છે કે દસ ટકા સવર્ણોને અનામત આપ્યા બાદ હવે કયાં મુદ્દાનો દાવ ખેલવામાં આવે. પક્ષની અંદર આ વાત અંગે ઉત્સુકતા એ છે કે રામલીલા મેદાનથી આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયાં પ્રકારની કાર્યવાહીનો સંદેશ આપે છે. ગયા વર્ષે ૨૦૧૪માં તેઓએ તેમનું વિઝન સામે રાખ્યું હતું.પરંતુ આ વખતે માનવામાં આવી રહ્યું છે કે પાંચ વર્ષની ઉપલબ્ધીઓ ઉપરાંત તેઓ બેરોજગાર ભથ્થું અને મહિલા અનામત બિલ સહિત કેટલાક અન્ય મુદ્દા પર તેમના સંકેત આપી શકે છે.

બીજેપી સૂત્રોનું કહેવું છે કે જો કે તે રાષ્ટ્રીય પરિષદના રૂપે રાષ્ટ્રીય અધિવેશન થઇ રહ્યું છે. એવામાં વડાપ્રધાન તેના સમાપન ભાષણ દ્વારા ફકત તેના કાર્યકર્તાઓને જ નહીં દેશના મતદારોને પણ સંદેશ આપશે. તેમાં તે ફકત છેલ્લા પાંચ વર્ષમાં કરેલા તેના કામકાજના રૂપે ઉપલબ્ધીઓ જ નહીં પરંતુ તે નવા મુદ્દાને પણ સામે રાખશે,જેના પર હજુ કાર્ય કરવાનું બાકી છે. આ ઉપરાંત બેરોજગાર ભથ્થું અને મહિલા અનામતનો દાવ પણ રમાશે. જોકે એ બન્નેજ મુદ્દા મહત્વપૂર્ણ છે પરંતુ તેના દ્વારા વડાપ્રધાન તેને એક મોટા વાયદાના રૂપે રજૂ કરી શકે છે.

બીજેપી યુવા મોર્ચાના અધ્યક્ષ પૂનમ મહાજને પણ કહ્યું કે મહિલા અનામત બિલ પાસ થવું જરૂરી છે. તેનું કહેવું છે કે હજુ પણ સમય હાથમાંથી ગયો નથી. અને હજુ સંસદનું હજુ એક સત્ર બાકી છે. તે પહેલા પક્ષના જ નેતા રવિશંકર પ્રસાદે આ પ્રકારનો સંકેત આપીને કહ્યું હતું કે સવર્ણોને અનામત આપવાનો નિર્ણય વડાપ્રધાનનો પ્રથમ છક્કો છે અને હજી આવા અનેક છક્કા લાગશે.(૨૧.૧૨)

(10:38 am IST)
  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST